GSTV
Home » News » 500 રૂપિયા લઇને મુંબઇ આવી હતી દિશા પટણી, સફળ થયા બાદ પોતાની જાતને જ ગિફ્ટ કર્યો કરોડોનો ફ્લેટ

500 રૂપિયા લઇને મુંબઇ આવી હતી દિશા પટણી, સફળ થયા બાદ પોતાની જાતને જ ગિફ્ટ કર્યો કરોડોનો ફ્લેટ

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી આજે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણી મોટાભાગે પોતાની બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં દિશા સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં નજરે આવી છે. ફિલ્મ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. આજે દિશાનો જન્મ દિવસ છે તો ચાલો જાણીએ દિશાના જીવનના કેટલાંક રસપ્રદ કિસ્સા….

દિશાએ બોલીવુડમાં સુશાંત સિંહ રાજપૂત સાથે પહેલી ફિલ્મ ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ કરી હતી. આ ફિલ્મમાં તેનો રોલ ભલે નાનો હોય પરંતુ લોકોને ઇમ્પ્રેસ કરવામાં તે સફળ રહી છે.

disha-patani

બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલાં દિશા તૈલૂગૂ ફિલ્મ ‘લોફર’માં નજરે આવી હતી. તે બાદ એક મ્યૂઝિક વીડિયો કર્યો હતો જે બાદ તેણે બોલીવુડ સફરની શરૂઆત કરી હતી. જો કે તેની ‘કૂંગ ફૂ પાંડા’ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી હતી.

એક ઇન્ટરવ્યુમાં દિશાએ જણાવ્યું હતું કે એક્ટિંગના સપનાને પૂરુ કરવા માટે તેણે અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો હતો. તે ફક્ત 500 રૂપિયા લઇને મુંબઇ આવી હતી. તે એકલી રહીને કામ કરતી હતી પરંતુ તેણે પરિવારની મદદ ન લીધી.

દિશા પટણી એક ઉમદા ડાન્સર છે. રણબીર કપૂર દિશાનો સૌથી મોટો ક્રશ હતો. સ્કૂલ જતી વખતે દિશા તે જ રસ્તે જતી જ્યાં રણબીર કપૂરના પોસ્ટર લાગેલા હોય. તે પોસ્ટરને ત્યાં સુધી જોતી રહેતી જ્યાં સુધી તેની નજરથી તે પોસ્ટર ગાયબ ન થઇ જાય. આ ચક્કરમાં તો ઘણીવાર તેનું એક્સિડન્ટ પણ થઇ ગયું.

હાલ દિશાનું નામ ટાઇગર સાથે જોડાઇ રહ્યું છે પરંતુ અગાઉ તે ટીવી એક્ટર પાર્થ સમથાનને ડેટ કરી રહી હતી. તેઓ આશરે 1 વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં હતાં.

એક સમયે જાતે મહેનત કરીને ઘર ચલાવતી દિશાએ આજે બાંદ્રામાં પોતાનું ઘર ખરીદ્યું છે. તેણે આ નવો એપાર્ટમેન્ટ 2017માં પોતાની જાતને ગિફ્ટ કર્યો હતો. દિશાના આ ઘરનું નામ ‘લિટલ હટ’ છે. દિશાના આ ફ્લેટની કિંમત 5 કરોડ રૂપિયા છે.

Read Also

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!