GSTV

ધમાકેદાર ઑફર : માત્ર 153 રૂપિયામાં અનલિમિટેડ ચેનલ્સ, નહી આપવો કોઇ એક્સ્ટ્રા ચાર્જ

Dish TV offer

ટીવી ચેનલ ઓપરેટર્સની વધતી માથાકુટ વચ્ચે ડીશ ટીવીએ એલાન કર્યુ છે કે તે નલિમિટેડ FTA એટલે કે ફ્રી ટુ એર ચેનલ્સ બેઝ પેક સાથે આપશે.  કંપનીએ કહ્યું છે કે આ ચેનલો માટે કોઇ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. તાજેતરમાં ટેલિકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઑફ ઇન્ડિયાએ ઓછામાં ઓછી 100 ચેન્લસની સુવિધા પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.

અત્યાર સુધી તમામ કેબલ ટીવી અને ડીટીએચ ઑપરેટર્સ પહેલા 100 ચેનલો માટે 130 રૂપિયા ચાર્જ કરતા હતા. આ ચેનલ્સને કોઇ પેકની સાથે પસંદ કરી શકો છો. એમાં દૂરદર્શનની 25 ચેનલ ફરજીયાત છે. જો કે ટ્રાઇએ એવું પણ કહ્યું હતું કે એના માટે સબ્સક્રાઇબ્ર્સને ઓછામાં ઓછી એક પેડ ચેનલને ખરીદવી પડશે. 

ડિશ ટીવીએ મેરા અપના પેક રોલઆઉટ કર્યો છે. જેમાં કોઇ ચાર્જ વિના અનલિમિટેડ એફટીએ ચેનલ્સ આપવામાં આવી રહી છે. જો કોઇ યુઝર પેઇડ ચેનલ્સ પસંદ કરે તો તેને 25 જરૂરી DD ચેનલ્સ મળશે જે ફ્રી ટુ એર હશે.


આ સાથે જ હવે ગ્રાહકોને વધારાની નેટવર્ક કેપેસિટી ફી પણ આપવી પડશે. ફ્રી-ટૂ-એર ચેનલ્સને જોનાર ગ્રાહકો માટે બિલમાં ઘટાડો આવશે. ડિશ ટીવીએ પોતાના પેકને ‘મેરા અપના પેક’ નામ આપ્યું છે. સાથે જ કંપનીએ એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે 25 ફરજીયાત ચેનલ જેમાં જૂરદર્શન ચેનલ્સ છે, એના માટે પણ નેટવર્ક કેપિસિટી ફી વસૂલ કરવામાં આવશે.


ડિશ ટીવીની આ ઑફરમાં 130 ચેનલોના બેઝ પેક પર કોઇ ચાર્જ લાગશે નહીં, ભલે ટ્રાઇના નિયમો હેઠળ 100 ચેનલ આપવી ફરજીયાત છે. ડિશ ટીવી એ કહ્યું કે જો કોઇ માત્ર ફ્રી-ટૂ-એર ચેનલ જ પસંદ કરે છે તો પણ એના માટે નેટવર્ક કેપેસિટી ફી 130 રૂપિયા અને જીએસટી જ આપવો પડશે. 

આ વર્ષે ફેબ્રુઆરીમાં લાગૂ થયેલા ટ્રાઇના નિયમો અનુસાર જો કોઇ ગ્રાહક 100 ચેનલથી વધારે ચેનલને પસંદ કરે છે તો એના માટે પ્રતિ 25 ચેનલો પર 20 રૂપિયાની વધારાની ફી આપવી પડશે. જેને નેટવર્ક કેપેસિટી ચાર્જ કહેવામાં આવે છે. સાથે 16 વધારાની ચેનલો માચે 1 રૂપિયા પ્રતિ ચેનલ નેટવર્ક કેપેસિટી ફી તરીકે ચાર્જ કરાશે. 

ટ્રાઇએ તેમ પણ જણાવી દીધું છે કે એનએફસી ઉપરાંત કોઇ યુઝર 25 વદુ ચેનલ લે તો તેણે વધારાના 20 રૂપિયા આપવા પડશે. તેવામાં જ્યારે યુઝર 100થી વધુ ચેનલ પસંદ કરે તો તેના એનસીએફ ચાર્જ વધશે. તેનાથી ફાયદો એ થશે કે જો કોઇએ 100 ફ્રી ચેનલ લીધી છે તો તેનું દર મહિને ઓછુ બિલ આવશે. સાથે જ જેમણે જેણે નહી લીધી હોય તેણે વધુ પૈસા આપવા પડશે.

Read Also

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!