GSTV

Dish TVએ કરી મોટી જાહેરાત, હવે ગ્રાહકોને લાઈફટાઈમ મળશે આ સુવિધા

ભારતમાં DTH ઓપરેટરો તેમના ગ્રાહકોને નવી સુવિધાઓ આપવા માટે સતત કામ કરી રહ્યા છે. બધા DTH ઓપરેટરો એન્ડ્રોઇડ ટીવી આધારિત સેટટોપ બોક્સ લોન્ચ કરી રહ્યા છે. હવે આ કડીમાં, ડિશ ટીવીએ તેના ગ્રાહકો માટે એક મોટી જાહેરાત કરી છે.

મળશે આજીવન વોરંટી

Dish TVએ તેના ગ્રાહકો માટે સેટટોપની સાથે આજીવન વોરંટીની જાહેરાત કરી છે. Dish TVની આ સુવિધા સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) અને હાઇ ડેફિનેશન (HD) સેટટોપ બોક્સ સાથે ઉપલબ્ધ હશે. નવા ગ્રાહકો માટે, Dish TV ત્રણ સેટટોપ બોક્સ આપી રહી છે. જેમાં DishNXT, DishNXT HD અને Dish SMRT Hub સામેલ છે. આમાંથી બે સેટટોપ બોક્સ સાથે, કંપની લાઈફટાઈમ વોરંટી આપી રહી છે, જ્યારે Dish SMRT Hubની સાથે એક વર્ષની વોરંટી મળશે.

ફક્ત નવા ગ્રાહકોને મળશે સુવિધા

જોકે, આ સુવિધા ફક્ત નવા ગ્રાહકો માટે જ છે. કંપનીએ તેની જાણકારી પોતાની સત્તાવાર વેબસાઈટ પર આપી છે. જણાવી દઈએકે, એરટેલ ડિજીટલ ટીવીની સાથે ફક્ત 1 વર્ષની જ વોરંટી મળી રહી છે.

આ છે કિંમત

કિંમતની વાત કરીએ તો,DishNXTની કિંમત 1,490 રૂપિયા છે તો DishNXT HDની કિંમત 1,590 રૂપિયા છે અને તેના સિવાય Dish SMRT Hubને 3,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે હાલનાં ગ્રાહકો માટે તેની કિંમત 2,499 રૂપિયા છે. Dish TV પોતાના નવા ગ્રાહકોને એક મહિનાનું સબ્સક્રિપ્શન ફ્રીમાં પણ આપી રહી છે. ઉદાહરણ તરીકે સમજીએ તો, જો તમે DishNXTનું HD સેટટોપ બોક્સ ખરીદો છો તો તમને એક ચેનલનું પેક ફ્રીમાં એક મહિના માટે મળશે. ત્યારબાદ કંપની પછીનાં મહિનાથી પૈસા લેશે.

READ ALSO

Related posts

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

Arohi

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે બોલ્યા : અમારા ભાઈઓને બચાવવા કોઈ પણ હદ સુધી જઈશ

Nilesh Jethva

કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!