GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Dish TVએ રજૂ કર્યા પાંચ નવા કૉમ્બો પ્લાન, જાણો અહીં માસિક પેક

ભારતમાં ટેલીકૉમ રેગ્યુલેટરી ઑથોરીટી ઑફ ઈન્ડિયા (TRAI)ના નવા પ્રસારણ શુલ્ક નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થયા છે. ટ્રાઈએ પહેલા આ માહિતી આપી છે કે લોકલ કેબલ ઑપરેટર્સ અને DTH પ્રોવાઈડર્સ નવા નિયમ પર આધારીત નવા પ્લાનમાં પોતાના ગ્રાહકોને માઇગ્રેટ કરવાની પ્રક્રિયામાં છે.

દરેક સર્વિસ પ્રોવાઈડર્સે પહેલા જ પોતાની નવી ચેનલ પેક્સની જાહેરાત કરી છે અને મોટાભાગના ગ્રાહકોએ પોતાની પસંદગી મુજબ ચેનલની પસંદગી પણ કરી છે. D2h પ્રથમ ઑપરેટર હતું, જેણે નવી પ્રાઈસ સ્કિમના હિસાબ મુજબ કૉમ્બો પ્લાનને રજૂ કર્યો હતો અને હવે Dish TVનું નામ પણ આ યાદીમાં જોડવામાં આવ્યું છે.

ડિશ ટીવી ભારતમાં એક લોકપ્રિય સર્વિસ પ્રોવાઈડર છે, જેણે ઉત્તર અને દક્ષિણ ભારત માટે કૉમ્બો પ્લાન રજૂ કર્યા છે. ઉત્તર માટે ડિશ ટીવીએ 5 કૉમ્બો પ્લાન અને દક્ષિણ માટે અલગ-અલગ પ્લાન રજૂ કર્યા છે. ઉત્તર ભારત માટે રજૂ કરવામાં આવેલા 5 કૉમ્બો પ્લાનની વાત કરીએ તો આ પ્લાન ડીશ ટીવી સ્વાગત, ડિશ ટીવી સુપર ફેમિલી, ડિશ ટીવી મેક્સી સ્પોર્ટસ, ડિશ ટીવી સુપર સ્પોર્ટસ અને ડિશ ટીવી ટાઇટેનિયમ છે. આ પ્લાનની કિંમત અનુક્રમે 213 રૂપિયા, 265 રૂપિયા, 306 રૂપિયા, 386 રૂપિયા અને 433 રૂપિયા છે. આ પ્લાનમાં GST સામેલ નથી.

દક્ષિણ ભારત માટે રજૂ કરવામાં આવેલા કૉમ્બો પ્લાનની વાત કરીએ તો ડિશ ટીવીએ કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓ માટે બે કૉમ્બો પ્લાનને રજૂ કર્યા છે. તેલુગુના કૉમ્બો પ્લાનની વાત કરીએ તો તેમાં ક્લાસિક જૉય તેલુગુ છે, જેમાં 199 ચેનલ મળશે તો ક્લાસિક જૉય પ્લસ તેલુગુ છે, જેમાં 216 ચેનલ મળશે. જેની કિંમત અનુક્રમે 180 રૂપિયા અને 243 રૂપિયા છે. જેના પર GST ચૂકવવો પડશે. આ પ્લાનના નામ જૂના પ્લાનની જેમ છે, પરંતુ ગ્રાહકોને નવો કૉમ્બો પ્લાન પસંદ કરવો પડશે. કારણકે ઑફર્સમાં થોડો ફેરફાર છે.

ગત 24 જાન્યુઆરીએ ટ્રાઈએ જાણકારી આપી હતી કે અંદાજે 40 ટકા ગ્રાહક નવા ટેરિફ ટેનલ પેક્સમાં માઇગ્રેટ થયા છે. તો થોડા દિવસ પહેલા જ ડિશ ટીવીએ માહિતી આપી હતી કે કંપનીનું લક્ષ્ય 7 ફેબ્રુઆરી સુધી પોતાના મોટાભાગના ગ્રાહકોને નવા ટેરીફ પ્લાનમાં માઇગ્રેટ કરવાનુ છે. પોતાના વર્તમાન ગ્રાહકો માટે ડાયરેક્ટ-ટૂ-હોમ સર્વિસ પ્રોવાઈડરે પહેલાથી જ નવા ચેનલ પેક્સને એક્ટિવેટ કર્યા છે. બીજા પ્રોવાઈડર્સ જેમકે એરટેલ ડિજિટલ ટીવી, D2h, સન ડાયરેક્ટર અને ટાટા સ્કાય પણ પોતાના ગ્રાહકોને નવા ચેનલ પેક્સમાં શિફ્ટ કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

લોકડાઉન 5.0માં ક્યાં મળશે છુટ ક્યાં રહેશે પ્રતિબંધ, જાણો માત્ર એક ક્લિકમાં

Ankita Trada

મોદી સરકાર 2.0 નું પ્રથમ વર્ષઃ બીજેપી અધ્યક્ષ નડ્ડાએ વીડિયો કોન્ફ્રેન્સિંગ મારફતે પ્રેસ યોજી

Ankita Trada

પાકિસ્તાનમાં આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનાં સરગના સૈયદ સલાહુદ્દીન પર હુમલો, ISI પર શંકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!