કોરોના વાયરસે (Coronavirus) દુનિયાભરમાં ખૂબ જ તબાહી મચાવી છે. આ જીવલેણ વાયરસે લોકોના જીવ તો લીધા જ છે. સાથે જ અર્થવ્યવસ્થાને પણ ઘણુ નુકસાન પહોંચાડ્યુ છે. જો કે વેક્સીન આવવાથી હવે આ બિમારીમાંથી છુટકારો મળશે તેવી આશા છે. કોવિડ-19ના ખતરાને જોતા હવે એપિડેડિયોલોજિસ્ટ અને મેડિકલ એક્સપર્ટ્સ આપણને અન્ય અનેક બિમારીઓ અને ઇંફેક્શનથી સાવચેત રહેવાની સલાહ આપી રહ્યાં છે. જો આપણે સતર્કતા ન દાખવી તો ભવિષ્યમાં તે કોઇપણ ભયાનક મહામારીના રૂપે ઉભરી શકે છે. ચાલો તમને આવી જ 10 બાયોલોજીકલ અને ઘાતક બિમારીઓ વિશે જણાવીએ જે કોરોનાથી પણ વઘુ ખતરનાક હોઇ શકે છે.
ઇબોલા

આફ્રિકાથી ઇબોલાનું ટ્રાન્સમિશન ખૂબ ઝડપી નથી, પરંતુ આ તાવ અત્યંત જીવલેણ છે. આ રોગ પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય છે. ડબ્લ્યુએચઓ દાવો કરે છે કે ઇબોલા પણ એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સમિટ થાય છે. તાજેતરમાં નોંધાયેલા આંકડા મુજબ, ઇબોલાના 3400 કેસોમાંથી 2270 લોકોનાં મોત નીપજ્યાં છે. જાન્યુઆરી 2020 માં એક ઇબોલા રસી પણ રજૂ કરવામાં આવી હતી, પરંતુ તે મોટા પાયે રોલઆઉટ કરવામાં આવી ન હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો ઇબોલાને રોકવા માટે કોઈ પગલા લેવામાં નહી આવે, તો ભવિષ્યમાં તેના ખરાબ પરિણામો જોવા મળી શકે છે.

લાસા ફીવર

લાસા ફીવર એક વાયરલ ઇન્ફેક્શન છે, જે રક્તસ્ત્રાવી બિમારીના લક્ષણોનું કારણ બને છે. લાસા ફીવરની ઝપેટમાં આવનાર દરેક પાંચમા શખ્સની કિડની, લિવર અને સ્પ્લીન પર ખૂબ જ ખરાબ અસર પડે છે. ઘરની દૂષિત વસ્તુઓ, યુરીન અને બ્લ્ડ ટ્રાન્સફ્યૂશન દ્વારા આ બિમારી લોકોમાં ફેલાઇ શકે છે. આફ્રિકાના દેશોમાં આ બિમારી હજુ પણ ઉગ્ર છે. સેંકડો લોકોના જીવ લે છે અને તેની કોઇ વેક્સિન પણ નથી.
માર્ગબર્ગ વાયરસ ડિસીઝ

આ બિમારી તે ફેમિલીના વાયરસ ફેલાવે છે જે ઇબોલા જેવી ખતરનાક બિમારી માટે જવાબદાર છે. આ રોગ ખૂબ જ સંક્રામક છે અને જીવંત કે મૃત વ્યક્તિને સ્પર્શવાથી પણ ફેલાઇ શકે છે. આ મહામારીનો પહેલો પ્રકોપ વર્ષ 2005માં યુગાંડામાં જોવા મળ્યો હતો. જ્યાં તેણે સંક્રમિત થયેલા 90 ટકા લોકોના જીવ લીધા હતાં.
MERS-COV

‘ધિ મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ’ (MERS) પણ એક ખતરનાક ઇંફેક્શન છે. જે રેસ્પિરેટરી ડ્રોપલેટ દ્વારા માનવીમાં ફેલાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે, ભલે આ બિમારીનો ખૌફ આજે ઓછો થઇ ગયો હોય, પરંતુ રેસ્પિરેટરી હાઇજીનમાં ભૂલ અથવા બેદરકારી દુનિયાભરમાં તેના કેસ વધવાનું કારણ બની શકે છે. તે SARS-COV-2ને પણ સંબંધિત એક બિમારી છે કારણ કે બંને એક જ પ્રકારે ફેલાય છે.
SARS

સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ (SARS) પણ તે જ વાયરસની ફેમિલીમાંથી આવે છે જે કોવિડ-19 માટે જવાબદાર છે. આ બિમારીનો પહેલો કેસ વર્ષ 2002માં ચીનમાં નોંધાયો હતો. SARS આશરે 26 દેશોમાં ફેલાયો અને આશરે 8000 લોકો તેની ઝપેટમાં આવ્યા. તેનો ડેથ રેટ ઘણો વધુ હતો. લોકોમાં કોવિડના જ લક્ષણો જોવા મળ્યા હતાં. રેસ્પિરેટરી ડ્રોપલેટથી ફેલાતી આ બિમારીનો કોઇ ઇલાજ પણ ન હતો.
નિપાહ વાયરસ

નિપાહ વાયરસને ઓરીના વાયરસ સાથે જોડીને જોવામાં આવે છે જે વર્ષ 2018માં કેરલમાં મોટા પાયે ફેલાયો હતો. આ બિમારીને સફળતાપૂર્વક નિયંત્રિત કરી લેવામાં આવી હતી. પરંતુ તેના લક્ષણ અને ટ્રાન્સમિટ થવાની રીતોથી ભવિષ્યમાં તેના ફેલાવાની સંભાવના ઘણી વધી જાય છે. ચામાચિડિયાથી માનવીમાં ફેલાતી આ બિમારીથી નર્વસ ઇન્ફ્લેમેશન, સોજો, દુખાવો, ઉલ્ટી, ચક્કર અને ગભરાટ જેવા લક્ષણ જોવા મળે છે.
ડિસીઝ એક્સ

પાછલા કેટલાક સમયથી ડિસીઝ એક્સ નામ ઘણુ ચર્ચામાં છે, જો કે તે પણ એક આશંકા જ છે. વૈજ્ઞાનિક સચેત કરી રહ્યાં છે કે 2021માં આ એક મહામારી રૂપે ઉભરી આવી શકે છે. કોંગોમાં એક મહિલામાં રક્તસ્ત્રાવી તાવના લક્ષણ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોને ડર છે કે તે કોઇ નવા અને સંભવિત વાયરસનુ કારણ હોઇ શકે છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે તેની ઝપેટમાં આવતા 80થી 90 ટકા લોકોના મોત થઇ શકે છે. જો કે તેને લઇને કોઇ પાસે વધુ જાણકારી નથી. WHO પોતે તેને એકસંભવિત બિમારી માની રહ્યું છે.
Read Also
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…