GSTV
Home » News » હવામાન બદલાતા જ રોગો શરૂ થાય, શરદી ખાંસી સાથે ગળામાં દુખાવોથી ઘરેલું ઉપાયથી રાહત મેળવો

હવામાન બદલાતા જ રોગો શરૂ થાય, શરદી ખાંસી સાથે ગળામાં દુખાવોથી ઘરેલું ઉપાયથી રાહત મેળવો

આરોગ્યની દ્રષ્ટિએ શિયાળાની ઋતુ અત્યંત મુશ્કેલ હોય છે. હવામાન બદલાતા જ રોગો શરૂ થાય છે. ખાસ કરીને બાળકો તેનો શિકાર બને છે. શરદી અને ખાંસી સાથે ગળામાં દુખાવો પણ આ ઋતુમાં સામાન્ય સમસ્યા છે. ચાલો અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ કે જેનાથી ગળામાં દુ:ખાવો થાય તો રાહત મળે છે. હળદરવાળું દૂધ ઘણીવાર તમે દાદીની રેસીપી તરીકે ઓળખાતા હળદરનાં દૂધને અવગણો છો. પરંતુ આ રેસીપીમાં મહાન ગુણો છે.

શરદી, તાવ અને ગળાના દુખાવામાં હળદરનું દૂધ ખૂબ ફાયદાકારક છે. તેના એન્ટી ઈનફ્લેમેટરી ગુણો ગળામાં દુખાવાથી રાહત આપે છે. મીઠાના પાણીના કોગળા ગળાના દુઃખાવાનો આ સૌથી સામાન્ય ઉપાય છે. મીઠાના ઉકાળેલા પાણીથી કોગળા કરવાથી ગળાના દુખાવા અને ગળામાં સુકાપણાથી રાહત મળે છે. મીઠાનું પાણીથી ગળામાં રહેલ ફ્લુઈડ્સને શોષીને કાઢે છે અને ગળાના દુખાવામાં રાહત આપે છે.

બેકિંગ સોડા તમે મીઠાને બદલે પાણીમાં થોડો બેકિંગ સોડા ઉમેરીને પણ કોગળા કરી શકો છો. બેકિંગ સોડા ઈન્ફેક્શનને દૂર કરવામાં પણ મદદ કરે છે. મધ મધના ઘણા સારા સ્વાસ્થ્ય લાભો છે. તેના એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ ગળાના દુખાવાથી રાહત આપે છે. તમે ગરમ દૂધ અથવા ગરમ લીંબુના પાણી સાથે મધ લઈ શકો છો. મેથી લીલા શાકભાજી તેના ગુણો માટે જાણીતા છે. મેથીમાં એન્ટિ-માઇક્રોબાયલ પ્રોપર્ટી હોય છે જેથી તે ગળાને આરામ આપે છે. તે ગળાનો દુખાવો, સોજો અને બળતરાથી પણ રાહત આપે છે. લસણ જો અમે તમને લસણની કળીઓ ચાવવા માટે કહીએ, તો તમને તે વિચિત્ર લાગી શકે છે પરંતુ તે સુકાશ અને અન્ય પ્રકારના ઈન્ફેક્શન સામે લડવામાં ખૂબ જ મદદગાર છે. તમને જણાવી દઇએ કે, તે પ્રદૂષણ સામે લડવામાં પણ મદદ કરે છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!