છેલ્લા કેટલાક વર્ષમાં વિશ્વે કોરોનાનો કહેર જોયો હતો. કોરોના વાયરસના કારણે લાખો લોકોના મોત નિપજ્યા હતા. જો કે વર્ષ 2019થી શરૂ થયેલી આ મહામારીનો આંતક હવે ક્યાંક જઈને અટક્યો છે. ત્યારે આવી સ્થિતિમાં કેટલાક વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની રસી તૈયાર કરી લીધી છે, પરંતુ આ વચ્ચે WHOએ એક નવી મહામારીની ચેતવણી આપી છે. જેને કોરોનાવાયરસથી પણ ખતરનાક ગણાવ્યો છે.
શું X વાયરસ કોરોના કરતા વધુ ઘાતક હશે?
આ ચેતવણી બાદ WHOની વેબસાઈટ પર ‘પ્રાયોરિટી રોગો’ની યાદીમાં નવેસરથી રસ જાગ્યો છે. ઇબોલા, સાર્સ અને ઝિકા સહિત આગામી જીવલેણ રોગચાળાના સંભવિત કારણોની યાદી બહાર પાડવામાં આવી છે. પરંતુ આ લિસ્ટમાં એક બીમારીએ દરેકની ચિંતા વધારી દીધી છે, જેનું નામ છે ‘ડિસીઝ એક્સ’. WHOની વેબસાઈટ અનુસાર, આ શબ્દ કોઈ પણ આવી ગંભીર આંતરરાષ્ટ્રીય મહામારીનું પ્રતિનિધિત્વ કરે છે, જેના વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. એટલે કે તે હજુ સુધી મનુષ્યને બીમાર નથી બનાવ્યો.
આ વાયરસ એક નવો એજન્ટ હોઈ શકે છે. વાયરસ, બેક્ટેરિયા અથવા ફૂગ. ગમે તે હોય. WHO એ વર્ષ 2018 માં આ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પછી એક વર્ષમાં કોરોના આખી દુનિયામાં ફેલાવા લાગ્યો. બાલ્ટીમોરમાં જ્હોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ઇન્ટરનેશનલ હેલ્થ ડિપાર્ટમેન્ટના સંશોધક પ્રણવ ચેટર્જીએ નેશનલ પોસ્ટને જણાવ્યું હતું કે રોગ X દૂર નથી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં હોય.
READ ALSO‘
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો