GSTV
Home » News » કર્ણાટકનો કકળાટ હજુ લાંબો ચાલશે, વિશ્વાસમત પર ચર્ચા કરીને એક તીરથી ઘણા શિકાર કરશે કોંગ્રેસ

કર્ણાટકનો કકળાટ હજુ લાંબો ચાલશે, વિશ્વાસમત પર ચર્ચા કરીને એક તીરથી ઘણા શિકાર કરશે કોંગ્રેસ

કર્ણાટકમાં ચાલી રહેલું રાજકીય નાટક હજુ પણ લાંબુ ચાલે તેવી સંભાવના છે. કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અને કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એલાન કર્યું છે કે 18 જુલાઇએ વિધાનસભામાં વિશ્વાસમત પર ચર્ચા થશે.

કર્ણાટક કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ જણાવ્યું કે સીએમ એચડી કુમારસ્વામીએ વિધાનસભાની અંદર વિશ્વાસ પ્રસ્તાવ મુક્યો છે. જેના પર 18 જુલાઇએ ચર્ચા હાથ ધરાશે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ત્રણ દિવસ બાદ વિશ્વાસમત પર ચર્ચા કરવાનું એલાન કરીને એક તીરથી ઘણા શિકાર કરવાની કોશિશમાં છે. આ પહેલા કુમારસ્વામીએ કહ્યું હતુ કે તેઓ કોઇ પણ સમયે વિશ્વાસમત માટે તૈયાર છે.

સુપ્રીમ કોર્ટ કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોની અરજી પર મંગળવારે સુનાવણી કરશે. અટકળો ચાલી રહી છે કે, સુપ્રીમ કોર્ટ તે દિવસે જ પોતાનો ચુકાદો આપી શકે છે. તેને જોતા કોંગ્રેસે વિશ્વાસમત માટે 18 જુલાઇનો સમય નક્કી કર્યો છે. જેનાથી કોંગ્રેસ અને જેડીએસને એક ફાયદો તે થશે કે તેમને કુમારસ્વામી સરકારને બચાવવા માટે વધુ સમય મળી જશે.

જો કે તેનાથી ભાજપ ક્યારેય ખુશ નહીં હોય. અને તે રાજ્ય વિધાનસભામાના ચોમાસુ સત્રમાં હંગામો કરી શકે છે. ભાજપ તાત્કાલીક વિશ્વાસમત પર વોટિંગ કરાવવાની માંગણી કરી રહ્યું છે. જેનાથી રાજ્ય સરકારને આગામી ત્રણ દિવસ સુધી નીતિગત નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે.

READ ALSO

Related posts

1982 બેચના IAS અધિકારી રાજીવ ગાબા બન્યા કેબિનેટનાં સચિવ

Path Shah

આંતકી હુમલાને લઇને મરીન ટાસ્ક ફોર્સ અને મરીન પોલીસે સર્ચ ઓપેરેશન હાથ ધર્યુ

Path Shah

પૂર્વ ગૃહ પ્રધાન પી ચિદમ્બરમને કસ્ટડીમાં લેવાયા, નિવાસસ્થાનેથી CBI મુખ્યાલય લવાયા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!