GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લુણાવાડા બેઠક પર આ ઉમેદવારોના નામની ચર્ચા

લુણાવાડા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા 2019માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમાં તેમનો વિજય થતા તેમણે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે હવે ભાજપમાં દાવેદારોમાં મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ જે.પી.પેટલનું નામ સૌથી આગળ છે. તો જિજ્ઞેશ સેવકનું નામ પણ ચર્ચામાં છે. તો કોંગ્રેસમાં મુખ્ય દાવેદાર ગુલાબસિંહ ચૌહાણ છે. ઉપરાંત પી.એમ.પટેલ અને કૌશિક જોશીના પણ નામ ચર્ચામાં છે.

ગુજરાતની આ ચાર બેઠકો પર ચૂંટણી

ગુજરાતમાં 7માંથી 4 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડામાં પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જ્યારે 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જે બેઠકો પર સાંસદ બન્યા તે બેઠકો પર હાલ પેટાચૂંટણીની જાહેરાત થઈ છે.

આ ચાર બેઠકો પર ધારાસભ્યો લોકસભાની ચૂંટણીમાં સાસંદ તરીકે ચૂંટાતાં વિધાનસભાની બેઠક ખાલી પડી હતી. જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોવાળી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી માટે હાલ ચૂંટણી પંચે કોઈ જાહેરાત કરી નથી. દીવાળી પહેલા ચૂંટણી પ્રક્કિયા પૂર્ણ થશે. તો રાધનપુર, બાયડ અને મોરવાહડફમાં પેટાચૂંટણી હાલ નહીં યોજાય. ત્યારે હાલ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા વધુ રાહ જોવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડે અનલોક-1 માં તમામ કર્મચારીઓને હાજર પરિપત્ર કર્યો જાહેર

Nilesh Jethva

બિલ્ડીંગ પરથી કુદી આપઘાત કરવાની તૈયારીમાં હતી યુવતી ત્યાં જ દેવદુત બનીને આવ્યો યુવક

Nilesh Jethva

સેબીએ પાવર ઓફ એટર્ની ધોરણોના અમલની તારીખ લંબાવાઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!