GSTV
Home » News » જીએસટી કાઉન્સિલની 29મી બેઠક યોજાશે, પેટ્રોલ અને ડીઝલને લઈને ચર્ચા થવાની શક્યતા

જીએસટી કાઉન્સિલની 29મી બેઠક યોજાશે, પેટ્રોલ અને ડીઝલને લઈને ચર્ચા થવાની શક્યતા

કેન્દ્રીય નાણાં પ્રધાન પિયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 29મી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં નાના વેપારીઓના હિતમાં ઘણાં મોટા નિર્ણય થવાની શક્યતા છે. તેના સિવાય ડિજિટલ પેમેન્ટ પર કેશબેકને લઈને પણ નિર્ણય શક્ય છે. આ બેઠક દરમિયાન પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવાને લઈને ચર્ચા થવાની શક્યતા છે. જો કે બિહારના નાયબ મુખ્યપ્રધાન અને જીએસટી કાઉન્સિલના સદસ્ય સુશીલ મોદીએ કહ્યું છે કે જ્યરે રેવન્યૂનું માસિક લક્ષ્ય એક લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ જશે. ત્યારે સરકાર પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ લાવવાની વિચારણા કરશે. પરંતુ જુલાઈમાં જીએસટી કલેક્શનમાં વધારા બાદ પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની ચર્ચા થવાની શક્યતાઓ વધી ગઈ છે.

આ મુદ્દા સિવાય એડવાન્સ પેમેન્ટ પર જીએટીના દર લગાવવા બાબતે પણ વિચારણાની સંભાવના છે. જ્યારે સર્વિસિસને કમ્પોઝિશન સ્કીમ હેઠળ લાવવામાં આવે તેવી પણ શક્યતા છે. જ્યારે જોબવર્ક પર સૌથી ઓછા પાંચ ટકાના ટેક્સ સ્લેબને લાગુ કરવાની વિચારણાની પણ સંભાવના છે. આ સિવાય બિસ્કિટ, ચોખા, વાસણ, ચણા, દાળ પર જીએસટી દરને ઘટાડવાના નિર્ણયની પણ શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે નાણાં પ્રધાન તરીકે પિયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બીજી બેઠક યોજાઈ રહી છે.

જુલાઈ માસમાં જીએસટી કલેક્શન જૂનના મુકાબલે વધ્યું છે. તાજેતરમાં સરાકર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ. જુલાઈમાં 96 હજાર 483 કરોડ રૂપિયાનો ટેક્સ જીએસટી હેઠળ આવ્યો છે. ગત મહિને જીએસટી કલેક્શન 95 હજાર 610 કરોડ રૂપિયા થયું હતું. જીએસટી કલેક્શનામં કેન્દ્રીય જીએસટીની હિસ્સેદારી 15 હજાર 877 કરોડ છે. જ્યારે રાજ્ય જીએસટીની વાત કરીએ. તો રાજ્ય જીએસટી આ મહિને 22 હજાર 293 કરોડ રૂપિયા રહ્યો છે. ઈન્ટિગ્રેટેડ જીએસટી 49 હજાર 951 કરોડ રૂપિયા રહ્યો અને સેસથી સરકારને આઠ હજાર ત્રણસો બાસઠ કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાં 794 કરોડ આયાતમાંથી મળેલા સેસનો સમાવેશ થાય છે. આમ જીએસટી રેવન્યૂ ટાર્ગેટ એક લાખ કરોડની નજીક પહોંચી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2018-19ના બજેટમાં સરકારે દર મહિને જીએસટી કલેક્શનના 1.15 લાખ કરોડ રૂપિયાનું લક્ષ્યાંક રાખ્યું હતું.

જીએસટી કાઉન્સિલની 28મી બેઠકમાં ઘણાં મુદ્દાઓ પર નિર્ણય કરવામાં આવ્યો હોત. બેઠકમાં સૌથી મોટો નિર્ણય સેનેટરી નેપકીન પર લેવામાં આવ્યો હતો. બાર ટકાના જીએસટી સ્લેબમાં રાખવામાં આવેલા સેનેટરી નેપકીનને ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યા હતા. તો ડોમેસ્ટિક વપરાશની 17 વસ્તુઓને 28 ટકા જીએસટી સ્લેબમાંથી હટાવી દેવામાં આવી હતી. જેમાં વોશિંગ મશીન, ફ્રીઝ, 25 ઈંચ સુધીના સ્ક્રીનવાળા ટેલિવિઝન, વીડિયો ગેમ, વેક્યૂમ ક્લિનર, ટ્રેલર, જ્યૂસ મિક્સર, ગ્રાઈન્ડર, શાવર એન્ડ હેર ડ્રાયર, વોટર કૂલર, લીથિયન આયન બેટરી, ઈલેક્ટ્રોનિક આયરન જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં જીએસટી કાઉન્સે કારોબારીઓ માટે મોટો નિર્ણય લીધો હતો. તેના પ્રમાણે હવે પાંચ કરોડ રૂપિયા સુધી ટર્નઓવરવાળા ટ્રેડર્સને દર મહિને રિટર્ન ભરવાની જરૂરત નહીં રહે. કાઉન્સિલે તેમના માટે ત્રિમાસિક રિટર્ન ભરવાની મંજૂરી પણ આપી છે. જો કે ટેક્સ પેમેન્ટ માસિક ધોરણે હશે. આ નિર્ણયને કારણે લગભગ 93 લાખ કારોબારીઓને રાહત મળી છે. કાઉન્સિલ દ્વારા કારોબારીઓ માટે રિટર્ન ફાયલિંગની પ્રોસેસને પણ વધુ સરળ બનાવી દેવામાં આવી છે જો કે પહેલા પણ રિટર્ન ફાઈલિંગની પ્રોસેસમાં સુધારણા કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કારોબારીઓની ફરિયાદો આવી રહી હતી.

Related posts

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી જીતવા ભાજપ ગુજરાતની થિયરી અપનાવશે

Karan

તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝાટકો, આપ્યો આ આદેશ

Bansari

દિલ્હી માથે ખતરો વધ્યો, સરકારને પણ ડર લાગતાં બોલાવી ઇમરજન્સી બેઠક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!