GSTV
Home » News » પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ વધારો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ વધારો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં 22 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 18 પૈસાનો વધારો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 83.22 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 74.42 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતે 90 રૂપિયાની સપાટી વટાવી છે. મુંબઈમાં પેટ્રોલ 90.57 રૂપિયા પ્રતિ લીટર.ત્યારે ડીઝલ 79.01 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ છે. સોમવાર બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો નોંધાયો છે. આ ઉપરાંત દેશના  અન્ય મહાનગરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. પેટ્રોલ ડીઝલની સતત વધતી કિંમત માટે રૂપિયાની નરમાશ પણ જવાબદાર ગણવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના સતત વધી રહેલા ભાવના કારણે ક્રુડના ભાવમાં ભડકો થયો છે. જેથી તેલમાં  આગ લાગી છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમા સતત વધારો અને ડૉલર સામે રૂપિયામાં ધોવાણ સર્જાતા પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારાની મેરેથોન દોડ યથાવત છે. આજે ફરી એક વખત પેટ્રોલમાં 22 પૈસા અને ડિઝલમાં 18 પૈસાનો વધારો થયો છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવનગરમાં પેટ્રોલ 83 રૂપિયાને પાર પહોચ્યુ છે. તો બીજી તરફ ગુજરાતના તમામ શહેરોમાં પેટ્રોલ 82ને પાર પહોચ્યુ છે. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ધીરે ધીરે સમાંતર આવી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે અમદાવાદમાં ડીઝલ પર 80 રૂપિયાની નજીક પહોચી ચૂક્યું છે.

Related posts

ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ કિનારે સંયુક્ત કવાયતમાં ભાગ લીધો

Path Shah

પાકિસ્તાનને ભારે પડ્યુ આતંકનું પોષણ, FATFએ બ્લેકલિસ્ટમાં નાખ્યુ

Mansi Patel

મોદી સરકાર નોકરીયાતોને આપી શકે છે મોટી ખુશખબરી, EPFOમાં મોટો પરિવર્તન થઈ શકે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!