GSTV
Home » News » રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર ચર્ચા

રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર ચર્ચા

પાટનગર ગાંધીનગરમાં આજે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પણ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર ચર્ચા થઈ રહી છે. જોકે રૂપાણી સરકારની કેબિનેટની નજર કેન્દ્રીય કેબિનેટ પર ટકેલી છે. કારણ કે મોદી સરકારની કેબિનેટમાં પેટ્રોલિ ડીઝલની કિંમતો પર અંકુશ માટે કઈ ફોર્મ્યુલા અપનાવે છે. તે જોવાનું છે.

જો રાજ્યોને વેટ ઘટાડવામાં કહેવામાં આવે તો રાજ્ય સરકારની કેબિનેટે પણ પેટ્રોલ-ડીઝલ પર કેટલો વેટ ઘટાડવો તેના પર ચર્ચા સંભવ છે. રાજ્ય સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા જ ચાર ટકા વેટ ઘટાડી ચુકી છે. અને હવે કેન્દ્ર સરકાર બે ટકા સુધી વેટ ઘટાડવાનો પ્રસ્તાવ મુકી શકે છે. રૂપાણી કેબિનેટમાં સુજલામ, સુફલામ જળ સંચય અભિયાની સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય બનાસકાંઠાના ગૌશાળાની સ્થિતિ અને ઘાસચારાને લઈને પણ ચર્ચા થવાની છે.

Related posts

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar