GSTV

ભારતીય મૂળની યુવતીએ કોવિડ-19નાં સંભવિત ઉપચાર પ્રદાન કરતી શોધ માટે જીત્યા એવોર્ડ

ભારતીય મૂળની અમેરિકન કિશોરીએ એક અનોખી શોધ માટે 25,000 ડોલરનું ઇનામ જીત્યું છે. આ શોધ કોવિડ -19 માટે સંભવિત સારવાર પ્રદાન કરી શકે છે.

અનિકા ચેબરોલૂ(14)ને આ રકમ ‘3એમ યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ’માં ટોપ 10માં આવવા માટે મળી છે. તે અમેરિકાની એક પ્રમુખ માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રતિયોગિતા છે. ‘3એમ’ મિનેસોટા સ્થિત એક અમેરિકન મેન્યુફેક્ચરિંગ કંપની છે.

હું અમેરિકાના ટોચના યુવા વૈજ્ઞાનિકોની સૂચિમાં જોડાવા માટે ખુશ છું- અનિકા

‘3એમ ચેલેન્જ વેબસાઇટ’ અનુસાર, ગયા વર્ષે ગંભીર ‘ઈન્ફલ્યુએન્ઝા’ ચેપ સહન કર્યા પછી, ચેબરોલોએ યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જમાં ભાગ લેવાનું નક્કી કર્યું. તે ‘ઈન્ફલ્યુએન્ઝા’ નો ઇલાજ શોધવા માંગતી હતી. કોવિડ -19 પછી બધું બદલાયુ છે અને સાર્સ-સીઓવી -2 ચેપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ઇનામની રકમની સાથે તેમને ‘3એમ’ ની વિશેષ મેમ્બરશીપ પણ મળી છે.ચેબરોલે કહ્યું, “અમેરિકાના ટોચના યુવા વૈજ્ઞાનિકોની યાદીમાં જોડાવા પર મને આનંદ છે.”

READ ALSO

Related posts

કંગનાની મુશ્કેલીઓ વધશે/ ખાપ પંચાયતની ખુલ્લી ચેતવણી, હિમ્મત હોય તો હરિયાણામાં આવી બતાવે !

Pravin Makwana

કાશ્મીરમાં મોટા હત્યાકાંડ કરવાનું ખતરનાક ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન, કુર્દીશ મીડિયાના રિપોર્ટમાં થયો ખુલાસો

Nilesh Jethva

રાજકોટ પોલીસે એક યુવકને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો, અન્ય રાજ્યમાંથી આવતા લોકો હથિયારો લાવતા હોવાની આશંકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!