GSTV

Maruti Suzukiની આ પૉપ્યુલર કાર સસ્તામાં ખરીદવાની તક, લિસ્ટ ચેક કરી લો ફાયદામાં રહેશો

મારુતી સુઝુકીએ જાન્યુઆરીમાં સૌથી વધુ કારનું વેચાણ કર્યુ અને સેલ્સ ચાર્ટમાં ટૉપ પર રહી. પરંતુ જાન્યુઆરીમાં કંપનીને ફક્ત 0.2 ટકા ગ્રોથ જ મળ્યો. તેવામાં ફેબ્રુઆરી મહિનામાં સેલ વધારવા માટે દેશભરના મારુતી સુઝુકી એરિના ડીલરશીપને અલગ-અલગ મોડલ પર 13 હજાર રૂપિયાથી લઇને 63 હજાર રૂપિયાનો ફાયદો ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે.

Maruti Suzuki Swift

ન્યૂ થર્ડ જનરેશન સ્વીફ્ટ પર પણ મારુતી સુઝુકી તરફથી ફાયદો ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે. આ પોપ્યુલર કારના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટમાં અનુક્રમે 33 હજાર અને 43 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Maruti Suzuki Dzire

Maruti Suzuki Dzire પર 58 હજાર રૂપિયામાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કારનો મુકાબલો ભારતમાં હોન્ડા અમેઝ અને ફોડ અસ્પાયર સાથે છે.

Maruti Suzuki Vitara Brezza

કંપનીની આ કોમ્પેક્ટ કાર Maruti Suzuki Vitara Brezza પર 45 હજાર રૂપિયા સુધીનો ફાયદો ગ્રાહકોને મળશે.

Maruti Suzuki Alto 800

મારુતિ સુઝુકીની એન્ટ્રી લેવલ હેચબેક અલ્ટો 800ના સ્ટાન્ડર્ડ પેટ્રોલ મોડેલ પર 53 હજાર રૂપિયાનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. તેવામાં ફેક્ટ્રી ફિટ સીએનજી વેરિએન્ટમાં 43 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Maruti Suzuki Alto K10

Maruti Suzuki Alto K10 મોટી મોટર સાથે આવે છે સાથે જ તેમાં AMTનું ઓપ્શન પણ મળે છે. આ કારના AMT વેરિએન્ટમાં 58 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ પેટ્રોલ મોડેલ પર 53 હજાર રૂપિયા અને સીએનજી મોડેલ પર 48 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Maruti Suzuki Celerio

Maruti Suzuki Celerioના પણ ATM વેરિએન્ટ પર વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં 63 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યં છે. તેવામાં સ્ટાન્ડર્ડ પેટ્રોલ અને સીએનજી મોડેલ પર અનુક્રમે 58 હજાર અને 48 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

જણાવી દઇએ કે આ કિંમતો અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ હોઇ શકે છે. તેવામાં તમે તમારા નજીકના ડીલર પાસે જઇને ડિસ્કાઉન્ટ અંગેની માહિતી મેળવી શકો છો.

Read Also

Related posts

જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે

Karan

Corona વાયરસના આ છે સૌથી ખાસ લક્ષણ, રોગીને સહન કરવી પડે છે આટલી પીડા

Bansari

લૉકડાઉન દરમિયાન પૂરો નહી થાય Data, ટ્રાય કરી જુઓ આ ટ્રિક્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!