GSTV
Home » News » 48 મેગાપિક્સલ વાળો Xiaomiનો આ ધાંસૂ સ્માર્ટફોન માત્ર 7 હજાર રૂપિયામાં ખરીદો, ફિચર્સ જોશો તો આજે જ બુક કરી દેશો

48 મેગાપિક્સલ વાળો Xiaomiનો આ ધાંસૂ સ્માર્ટફોન માત્ર 7 હજાર રૂપિયામાં ખરીદો, ફિચર્સ જોશો તો આજે જ બુક કરી દેશો

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ પોતાના રેડમી ફ્લેગશીપ Redmi K20 Pro પર ડિસ્કાઉન્ટનું એલાન કર્યુ છે. કંપનીએ જણાવ્યું છે કે દિવાળી ઑફર અંતર્ગત આ સ્માર્ટફોન પર 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ કંપનીએ Redmi Note 7S પર પણ ઑફર્સની ઘોષણા કરી છે.

DiwaliWithMi સેલમાં કંપની Redmi K20 Pro પર 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. 30 સપ્ટેમ્બરથી સેલની શરૂઆત થશે. Flipkart Plus યુઝર્સને આ સેલની એક્સેસ 29 સપ્ટેમ્બર રાતે 8 વાગ્યાથી મળશે. ફ્લિપકાર્ટ ઉપરાંત આ સેલ અંતર્ગત ડિસ્કાઉન્ટ પર આ સ્માર્ટફોનને તમે Mi.Com પરથી પણ ખરીદી શકશો.

Redmi K20 proને 24,999 રૂપિયામાં ખરીદી શકશો જ્યારે Redmi Note 7Sને તમે 8,999 રૂપિયામાં ખરીદી શકો છો. સેલ દરમિયાન ઑફર Redmi K20 Proના તમામ વેરિએન્ટ પર ઑફર મળશે. Redmi K20 pro પર 3 હજાર રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. એચડીએફસી કાર્ડ યુઝર્સને 1500 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે.

Redmi K20 Pro ના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટને તમે 23,499 રૂપિયામાં ખરીદી શકો છે જ્યારે તેના 8GB રેમ વેરિએન્ટને તમે 26,499 રૂપિયામાં ખરીદી શકો છો. હાલ Redmi K20 Proના બેસ મોડેલને 27,999 રૂપિયામાં ખરીદી શકાશે જ્યારે તેનું ટૉપ મોડલ 30,999 રૂપિયાનું છે.

Redmi Note 7S પર મળી રહેલા ડિસ્કાઉન્ટની વાત કરીએ તો તેનું બેસ મોડલ ખરીદવા પર તમે HDFC બેન્કના કાર્ડથી પેમેન્ટ કરશો તો તમને વધારાના 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે તમે તેને 7,499 રૂપિયાની શરૂઆતની કિંમત પર ખરીદી શકો છો. આ ફોન 48 મેગાપિક્સલ રિયર કેમેરા વાળો છે.

Redmi Note 7sની કિંમત 9999 રૂપિયામાં છે. આ કિંમત બેસ મોડલની છે અને ટૉપ મોડેલ 11,999 રૂપિયાનું છે.

Read Also

Related posts

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!