GSTV
Home » News » DSLR જેવા કેમેરા વાળો Xiaomiનો આ સ્માર્ટફોન થયો સસ્તો,નવી કિંમત જાણશો તો આજે જ ખરીદી લેશો

DSLR જેવા કેમેરા વાળો Xiaomiનો આ સ્માર્ટફોન થયો સસ્તો,નવી કિંમત જાણશો તો આજે જ ખરીદી લેશો

શાઓમી પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઑફર લઇને આવ્યું છે. આ ઑફરમાં કંપની Xiaomi A2 સ્માર્ટફોન પર 4500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ 3 જીબી રેમ અને 4 જીબી રેમ એમ બંને વેરિએન્ટ પર ઉપલબ્ધ છે. આ ધાંસૂ સ્માર્ટફોન Mi.com, એમેઝોન, એમઆઇ હોમ અને ઑફલાઇન સ્ટોર્સ પર મળશે.

આ છે Xiaomiની ઑફર

Xiaomi A2ના 3 જીબી રેમ વેરિએન્ટની કિંમત 17,499 રૂપિયા હતી જે હવે ડિસ્કાઉન્ટ બાદ 13,999 રૂપિયા થઇ ગઇ છે. આ રીતે તેના પર યુઝર્સને 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ 4જીબી વેરિએન્ટની કિંમત 20,500 રૂપિયા હતી જે 4500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 15,999 રૂપિયામાં પણ ખરીદી શકાય છે. આ ઑફરનો લાભ કંપનીની સત્તાવાર વેબસાઇટ Mi.com અને એમેઝોન બંને પર લઇ શકાશે. આ ઉપરાંત એમઆઇ હોમ અને ઑફલાઇન સ્ટોર્સ પર પણ ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકાશે.

Xiaomi A2ના સ્પેસિફિકેશન

આ ફોનમાં 5.99 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ તેમાં 12 MPનું પ્રાઈમરી સોની IMX486 સેંસર અને બીજો સેકન્ડરી 20MP સોની IMX376 સેંસર છે. બંને કેમેરા લેન્સમાં f/1.75નું અપર્ચર છે. આ સ્માર્ટફોન 20 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા સુપર પિક્સલ ટેકનોલોજી ધરાવે છે. જેના કારણે તમે DSLR જેવા આકર્ષક અને સારી ક્વોલિટીમાં ફોટોઝ કેપ્ચર કરી શકશો. આ ઉપરાંત આર્ટિફિશલ ઈન્ટેલિજેન્સ પણ આપવામાં આવ્યું છે.

Read Also

Related posts

ગુજરાતમાં ભાજપ માટે આવી ખુશખબર, આ મંત્રીએ 3 બેઠકો 16એ પહોંચાડી પંચાયત કબજે કરી લીધી

Mayur

તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝાટકો, આપ્યો આ આદેશ

Bansari

આ 5 એપ્સ તમારા ખરાબ ફોટોઝને પણ એક સેકેન્ડમાં બનાવી દેશે ખુબસુરત, ફટાફટ કરી લો ડાઉનલોડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!