GSTV

જલ્દી કરો! TATA Motorsની આ કાર પર ઉઠાવો 80,000 સુધીનો ફાયદો, સાથે આ ઑફર તો ખરી જ

કાર

ફેસ્ટિવ સીઝન પહેલા કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવાની કોઇ તક છોડવા નથી માગતી. આ કારણે કંપનીઓ કસ્ટમર્સને પોતાની કારો પર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. ટાટા વિશે વાત કરીએ તો, કંપની આ નેક્સન, ટિગોર, અલ્ટ્રોઝ, ટિયાગો ઉપરાંત હેરિયર પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ચાલો જાણીએ આ કારો પર કઇ ઓફર્સ સાથે કેટલા રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.

Tata Harrier

ટાટા મોટર્સની દમદાર એસયુવી હેરિયર આ મહિનામાં ખરીદવાની એક શ્રેષ્ઠ તક છે. કંપની આ કાર પર તેના ગ્રાહકોને 80,000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. જો તમે ટાટા હેરિયરને ઘરે લાવવા માંગતા હો, તો તમે માત્ર 12,339 રૂપિયાની ઇએમઆઈ પર લાવી શકો છો. આ ટાટા કારમાં નવું બીએસ 6 નોર્મ્સ એન્જિન છે જેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન છે.

Tata Nexon

ટાટા તેની સૌથી વધુ વેચાયેલી કાર નેક્સન પર 20,000 રૂપિયા સુધીનો ફાયદો પણ આપી રહી છે. કંપની આ કાર પર 5,999 રૂપિયાની ઇએમઆઈની સુવિધા પણ આપી રહી છે. ટાટા નેક્સન પર, તમને ઘણી સુવિધાઓ સાથે ઇલેક્ટ્રિક સનરૂફ મળશે.

Tata Tigor

TATA

આ મહિને ટાટા ટિગોર ખરીદવા પર તમને 33,000 રૂપિયા સુધીનો ફાયદો મળશે. આ સિવાય આ કાર પર 4,444 રૂપિયાની ઇએમઆઈની સુવિધા પણ આપવામાં આવી છે. આ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે બીએસ 6 નોર્મ્સ વાળુ એન્જિન છે.

Tata Tiago

ટાટા

સપ્ટેમ્બરમાં ટાટાની આ કાર ખરીદતી વખતે, કંપની તમને 28,000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. ટાટા ટિયાગો અંતર્ગત માત્ર 4,111 રૂપિયાની ઇએમઆઈ સુવિધા પણ આપવામાં આવી રહી છે. બીએસ 6 નોર્મ્સ સાથે નવું એન્જિન ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આપવામાં આવ્યું છે.

મારુતિ સુઝુકી પણ આપી રહી છે છૂટ

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તેની સસ્તી સેડાન ડિઝાયર પર પણ ઓફર આપી રહી છે. કંપની દ્વારા કુલ 55 હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કારના પ્રી-ફેસલિફ્ટ મોડેલ પર 25 હજાર રૂપિયા સુધીની કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત 25 હજારનું એક્સચેન્જ બોનસ અને ફેસલિફ્ટ અને પ્રી-ફેસલિફ્ટ બંને મોડેલો પર 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડીઝાયરની પ્રારંભિક કિંમત 5,89,000 લાખ રૂપિયા છે.

Read Also

Related posts

હવે શ્રદ્ધા કપૂર બનશે મોટા પડદાની નાગિન, શ્રીદેવીને યાદ કરીને થઇ ભાવુક

Mansi Patel

પ્રિયંકા ચોપરાને મિસ વર્લ્ડ બનવા બદલ અભિનંદન આપવાને બદલે માતા મધુ ચોપરાએ પૂછ્યો હતો આ સવાલ

pratik shah

શાહરુખ ખાન જીવનભર આ ત્રણ વસ્તુઓ જ ખાઈ શકે છે, ફેન્સના સવાલ પર આપ્યો આ જવાબ

Karan
Do NOT follow this link or you will be banned from the site!