ફેસ્ટિવ સીઝન શરૂ થઇ ગઇ છે અને તમામ કંપનીઓ બંપર ઑફર્સ લઇને આવી રહી છે. ઇ-કોમર્સ સાઇટ્સ પર પણ ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટનુ જાણો કે ઘોડાપૂર આવ્યુ છે. તેવામાં જો તમે ઇન્ડિયન બ્રાન્ડના ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ખરીદવા માગતા હોવ તો તમને બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે.
3,232 રૂપિયામાં ખરીદો સ્માર્ટ ટીવી
ભારતીય ટેલીવિઝન બ્રાન્ડ શિંકો (Shinco)એ સ્માર્ટ TVપર ખાસ ઑફરનું એલાન કર્યુ છે. કંપની પોતાના SO328AS (32) મોડેલને એમેઝોન ગ્રેડ ઇન્ડિયન ફેસ્ટિવ સેલમાં ફક્ત 3232 રૂપિયામાં વેચશે.

કંપનીએ જારી કર્યુ નિવેદન
કંપનીએ આપેલા નિવેદન અનુસાર, અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવ સેલમાં તમને 32 ઇંચ વાળા SO328AS સ્માર્ટ TVમાટે ફક્ત 3,232 રૂપિયા ખર્ચ કરવાના છે. આ સેલનું આયોજન 18 ઓક્ટોબરે થઇ રહ્યું છે.
ટીવીના ફીચર્સ
- શિંકોના આ ટીવીમાં યુનિવૉલ યુઝર ઇન્ટરફેસ, એન્ડ્રોઇડ 8 જેવા ફીચર્સ છે.
- તેમાં HRDP ટેક્નોલોજી, 3 HDMI અને બે યુએસબી પોર્ટ, એ-53 ક્વોડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં 1 જીબી રેમ તથા 8 જીબી સ્ટોરેજ આપવામાં આવી રહી છે.
- સાથે જ 20 વોટ સ્પીકર્સ, બ્લૂટૂથની સુવિધા પણ ગ્રાહકોને મળે છે.
આ TVપર પણ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
જણાવી દઇએ કે કંપની 4K, ફુલ એચડી અને એચડી રેડી સ્માર્ટ TVઅને એચડી રેડી એલઇડી TVપર પણ બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત ગ્રાહકોને નો-કોસ્ટ ઑફ EMIની પણ સુવિધા મળશે.

કંપનીએ પૂરા કર્યા બે વર્ષ
શિંકો ઇન્ડિયાના સંસ્થાપક અર્જૂન બજાજે જણાવ્યા અનુસાર, કંપની ગત વર્ષે પોતાની પહેલી વર્ષગાંઠ પર 55 ઇંચ વાળા સ્માર્ટ ટીવીને એમેઝોન સેલમાં ફક્ત 5,555 રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ કરાવ્યુ હતુ. સાથે જ આ વર્ષે બીજી વર્ષગાંઠ પર કંપની 32 ઇંચ વાળુ TV3,232 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે.
આ TVપર જબરદસ્ત ઑફર
આ ઉપરાંત તમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલમાં 43 ઇંચ ફુલ એચડી સ્માર્ટ ટીવીને ફક્ત 15,999 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ આ ટીવીનો ઓરીજીનલ કોસ્ટ આશરે 31,999 રૂપિયા છે. આ ઉપરાંત 43 ઇંચ 4K ટીવીને તમે 21,999 રૂપિયામાં ખરીદી શકો છો જેની ઓરિજિનલ કોસ્ટ 36,999 રૂપિયા છે.
Read Also
- અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
- Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા
- ‘ફિલ્પકાર્ટ પે લેટર’ સુવિધા શું છે ? જાણો તેનો ઉપયોગ ક્યારે કરી શકાય છે
- બજેટ 2023 / નાણામંત્રીએ મહિલાઓને આપી ભેટ, આ સુવિધા સાથે નવી બચત યોજનામાં મળશે 7.5% વ્યાજ
- વોટ્સએપ પર ડિલીટ થયેલા મેસેજ આ રીતે વાંચી શકો છો, ખુબ જ ઓછા લોકો જાણે છે આ ટ્રિક