GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કોરોનાના કહેર વચ્ચે ખાનગી એરલાઈન્સ કંપનીની મોટી જાહેરાત, કોરોના વોરિયર્સને મળશે ભાડામાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ

દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન કંપની ઇન્ડિગોએ કોરોના સંકટ દરમિયાન લોકોનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ડોકટરો અને નર્સોને ભાડામાં 25 ટકાની છૂટ આપવાની ઘોષણા કરી છે.

ડોક્ટર્સ અને નર્સને ભાડામાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ

એરલાઇને ગુરુવારે કહ્યું કે તેણે આ માટે ‘ટફ કૂકી’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત 31 ડિસેમ્બર સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરનારા ડોકટરો અને નર્સોને ભાડામાં 25 ટકા સુધીની છૂટ મળી શકશે. ચેક-ઇન કરતી વખતે, તેઓએ તેમની હોસ્પિટલનો આઈડી બતાવવો પડશે.

ટફ કૂકી અભિયાન

તેમની મુસાફરીને યાદગાર બનાવવા માટે, તેમને ચેક ઇન સમયે ‘કૂકી ટીન’ આપવામાં આવશે, તેમનું નામ જાહેર કરતા બોર્ડિંગ ગેટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે અને વિમાનમાં આરવામાં આવતી પીપીઈ કીટ ‘ટફ કૂકી’ સ્ટીકર હશે. તેમનું નામની અંદર જાહેર કરીને વિમાનની અંદર તેનું સ્વાગત કરવામાં આવશે.

ટફ કૂકી અભિયાન અંતર્ગત 25% ડિસ્કાઉન્ટ મેળવવા માટે ટિકિટ ઈન્ડિગોની વેબસાઇટ દ્વારા બુક કરવાની રહેશે. આ છૂટનો અમલ 1 જુલાઈથી કરવામાં આવ્યો છે.છ મહિનાની આ છૂટ 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ઈન્ડિગો એર લાઇન્સમાં 262 એરક્રાફ્ટ છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં, ઈન્ડિગોએ 62 સ્થાનિક અને 24 આંતરરાષ્ટ્રીય 1,674 ફ્લાઇટ્સ પૂરી કરી.

10 ટકા ભાડું આપીને ટિકિટ બુક કરો

થોડા દિવસો પહેલા જ ઈન્ડિગોએ ફ્લેક્સિબલ પેમેન્ટ સ્કીમ ‘ફ્લેક્સ પે’ શરૂ કરી હતી. આ અંતર્ગત, બુકિંગ સમયે ભાડાની કુલ રકમમાંથી માત્ર 10 ટકા રકમ ચૂકવવાની રહેશે. મુસાફરો બાકીની 90 ટકા રકમની ચુકવણી ટાળી શકે છે.

જો તમે ટિકિટ ખરીદવાનું ભાડુ 10% ચૂકવ્યું છે અને જો તમે બાકીના 90% ભર્યા વિના બુકિંગ રદ કરો છો, તો તમારી આ 10% રકમ પરત આપવામાં આવશે નહીં.

READ ALSO

Related posts

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel

મધ્ય જાપાનમાં કોરોનાનો કેસો વધતાં કટોકટીની ઘોષણા, લોકોને ઘરની અંદર રહેવા જ આદેશ કરાયો

Dilip Patel

RBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી ચેક ભરતી વખતે રાખજો આ ધ્યાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!