GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

Heroની ધાંસૂ ઑફર! સ્કૂટી પર 15000 અને બાઇક 10000નું બમ્પર ડિસ્કાઉન્ટ, ફરી નહી મળે આવો મોકો

hero

સૌથી મોટી ટુવ્હીલર નિર્માતા કંપની Hero Motocorp ભારતમાં BS-4 સ્કૂટર-બાઇકો પર બંપર ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. જણઆવી દઇએ કે દેશભરમાં 1 એપ્રિલથી નવા BS6 સ્ટાન્ડર્ડ લાગુ થઇ ગયુ છે. જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે ઓટો ઇન્ડસ્ટ્રીને રાહત આપતાં લોકડાઉન પૂરૂ થયાના 10 દિવસ બાદ સુધી BS-4 વાહનોનાં વેચાણ કરવાની છૂટ આપી છે. તેવામાં જે કંપનીઓ પાસે ઇનવેંટરી છે, તે કંપનીઓ સારી ઑફર્સ આપીને ગ્રાહકોને ઓનલાઇન બુકિંગની સલાહ આપી રહી છે.

BS-4 બાઇક પર 10 હજાર અને સ્કૂટર પર 15 હજાર રૂપિયા સુધીની છૂટ

હીરો ટુ-વ્હીલર કંપની BS-4 બાઇક પર 10 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે જ્યારે સ્કૂટર પર બંપર 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઑફર મળી રહી છે. કંપની અનુસાર આ છૂટ હાલ ઑનલાઇન બુકિંગ પર ઉપલબ્ધ છે. કારણ કે શોરૂમ લોકડાઉનના કારણે બંધ છે.

હોટો મોટોકોર્પનું કહેવુ છે કે તેની પાસે હાલ આશરે દોઢ લાખ બીએસ-4 ટુવ્હીલરનો સ્ટોર છે. જેની કિંમત આશરે 600 કરોડ રૂપિયાની આસપાસ છે. એક અહેવાલ અનુસાર આ સ્ટોક્સમાં કેટલાંક તે દેશોમાં નિકાસ કરવામાં આવશે, જ્યાં BS-4 વાહનોનું વેચાણ પ્રતિબંધિત નથી.

કોરોના વાયરસના પગલે ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે પોતાના પ્લાન્ટોને 14 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ પહેલાં 31 માર્ચ 2020 સુધી પ્રોડક્શન કાર્યોને સ્થગિત કરવાની ઘોષણા પણ કરી હતી.

સાથે જ ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ એસોસિએશન (FADA)નું કહેવુ છે કે ભારતમાં આશરે 7 લાખ BS-4 ટુ-વ્હીલર ડીલર્સ પાસે પડ્યાં છે. જેની વેલ્યૂ આશરે 3,850 કરોડ રૂપિયા છે. ફેડરેશનની માનીએ તો તેમાંથી 1.5 લાખ BS-4 ટુવ્હીલર વેચાઇ ચુક્યા છે. પરંતુ લોકડાઉનના કારણે તેનું રજીસ્ટ્રેશન નથી થઇ શક્યુ.

Read Also

Related posts

કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશને વિસર્જન કુંડ બનાવવાનું માંડી વાળ્યું, AMCના કરોડો રૂપિયા બચી જશે

Pravin Makwana

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ 7 દિવસ માટે બંધ રહેશે એસ.ટી. સેવા

Pravin Makwana

ખેડૂતો આનંદો: ગુજરાત સરકારનો સૌથી મોટો કૃષિ લક્ષી નિર્ણય, હવે સિંચાઈ માટે મળશે 10 કલાક સુધી વીજળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!