લૉકડાઉનમાં મોટાભાગની ઑટોમોબાઇલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે અનેક રીતો અપનાવી રહી છે જેમાં ડિસ્કાઉન્ટ્સ અને ઓફર્સ પણ સામેલ છે. ટુવ્હીલર નિર્માતા કંપની હીરોમોટોકોર્પનુ નામ પણ તેમાં સામેલ થઇ ગયું છે. હકીકતમાં હીરો મોટોકોર્પે ભારતમાં BS-4 સ્કૂટર-બાઇક્સ પર બંપર ડિસ્કાઉન્ટ ઑપર કર્યા છે. કંપની પોતાના બચેલા BS4 સ્ટોકને ક્લિયર કરવા માટે ઑફર્સ આપી રહી છે. જો તમે હીરો મોટોકોર્પનું કોઇ બાઇક કે સ્કૂટર ખરીદવા માગતા હોવ તો તમારા માટે આ સોનેરી તક સાબિત થઇ શકે છે.
હકીકતમાં સુપ્રીમ કોર્ટે ઑટો ઇન્ડસ્ટ્રીને રાહત આપતા લોકડાઉન પૂર્ણ થયાના 10 દિવસ બાદ સુધી BS-4 વાહનનું વેચાણ કરવાની છૂટ આપી છે. તેવામાં જે કંપનીઓ પાસે વધુ ઇનવેંટરી છે, તે કંપનીઓ આકર્ષક ઑફર્સ આપીને ગ્રાહકોને ઓનલાઇન બુકિંગની સલાહ આપી રહી છે.

BS-4 બાઇક પર 10 હજાર અને સ્કૂટર પર 15 હજારનું બંપર ડિસ્કાઉન્ટ
હીરો ટુ-વ્હીલર કંપની BS-4 બાઇક પર 10 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે જ્યારે સ્કૂટર પર બંપર 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીએ જણાવ્યા અનુસાર આ છૂટ હાલ ઓનલાઇન બુકિંગ પર ઉપલબ્ધ છે. કારણ કે લોકડાઉનના કારણે શૉરૂમ બંધ છે.
હીરો મોટોકોર્પ તરફથી જણાવવામાં આવ્યું કે કંપની પાસે હાલ વર્તમાન સમયમાં આશરે દોઢ લાખ BS-4 ટુવ્હીલરનો સ્ટોક છે. આ સ્ટોકનું વેચાણ 1 એપ્રિલ પહેલા થઇ શક્યુ નહી. તમને જાણીને નવાઇ લાગશે કે બચેલા સ્ટોકના બાઇક્સ અને સ્કૂટર્સની કુલ કિંમત આશરે 600 કરોડ રૂપિયા છે. આ એક મોટી રકમ છે તેથી કંપની કેટલોક સ્ટોક તે દેશોમાં નિકાસ કરશે જ્યાં BS-4 વાહનો બેન નથી. હીરો મોટોકોર્પનું કહેવુ છે કે તેની પાસે હાલ આશરે દોઢ લાખ BS-4 ટુવ્હીલરનો સ્ટોક છે. જેની કિંમત આશરે 600 કરોડ રૂપિયા છે.

કોરોના વાયરસના પગલે ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે પોતાના પ્લાન્ટને 14 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ પહેલા 31 માર્ચ 2020 સુધી નિર્માણ કાર્ય સ્થગિત કરવાની ઘોષણા કરી હતી. કોરોના વાયરસના પગલે ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે પોતાના પ્લાન્ટોને 14 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
સાથે જ ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ એસોસિએશન (FADA)નું કહેવુ છે કે ભારતમાં આશરે 7 લાખ BS-4 ટુવ્હીલર ડીલર્સ પાસે પડ્યા છે જેની વેલ્યૂ આશરે 3850 કરોડ રૂપિયા છે. ફેડરેશનનું માનીએ તો તેમાંથી 1.5 લાખ BS-4 ટુવ્હીલર વેચાઇ ચુક્યા છે. પરંતુ લોકડાઉનના કારણે તેનું રજીસ્ટ્રેશન થઇ શક્યુ નથી.
Read Also
- દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના: પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દફનાવી દીધી, ઉપર ચણી કાઢ્યું મકાન
- વેલેન્ટાઇન ડે પહેલાં કૉલેજની દરેક યુવતીએ બૉયફ્રેન્ડ શોધી લેવો : નહીંતર કૉલેજમાં નહી મળે પ્રવેશ, વાયરલ થયો કોલેજનો લેટર
- કામના સમાચાર/ મોદી બજેટમાં મધ્યમ વર્ગને આપશે ત્રણ રાહત, કોમનમેનને થશે મોટો ફાયદો
- ડિજિટલ બદલાવ પર વધુ ધ્યાન આપી રહેલી કંપનીઓ કરી રહી છે વધુ રોજગારનું સર્જન, રિસર્ચમાં સામે આવી આ મોટી વાત
- ચેતવણી /23 વર્ષમાં પૃથ્વીએ ગુમાવ્યો આટલો ખરબ ટન બરફ, બની શકે છે મોટી આફત