GSTV

અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પર મળી રહ્યો છે એપલનો સૌથી પોપ્યુલર iPhone, જાણો ઓફર

એપલ

Last Updated on June 23, 2021 by Damini Patel

ફ્લિપકાર્ટ પર મોબાઈલ બોનેન્ઝા સેલ ચાલી રહ્યો છે, અને સેલમાં સેમસંગ, મોટોરોલા, એપલના પ્રિમીયમ સ્માર્ટફોન્સને પણ ખુબ ઓછી કિંમતમાં ઘરે લાવી શકો છો . વાત કરીએ એપલના બજેટ ફોન આઈફોન 12 મિનીની તો એને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. સેલમાં iPhone 12 સિરીઝનો સૌથી સસ્તો ફોન iPhone 12 Mini મિનીને સૌથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ આઈફોન 12 મિનીને 6 હજાર રૂપિયા સુધીની છુટ પર ખરીદી શકાય છે, જાણવા મળ્યું છે કે આ ફોનને 66,900ની જગ્યાએ 61,900 રૂપિયામાં ઘરે લાવી શકાય છે. એટલે કે આઈફોન 12 મિનીને 5 હજાર રૂપિયા સુધી છૂટ પર ખરીદી શકાય છે.

સૌથી પહેલા ફોનના ડિસ્પ્લેની વાત કરીએ તો એમાં 5.4 ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. iPhone 12 Miniમાં ડ્યુઅલ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં નેનો અને ઈ-સિમનો ઉપયોગ કરી શકાય છે. આ ફોન iOS 14 સોફ્ટવેર પર કામ કરે છે. એમાં A14 બાયોનિક ચિપ હાજર છે.

ફોનમાં કેમેરા ખાસ

કેમેરા તરીકે આ આઈફોનમાં ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ હાજર છે. એને પ્રાઈમરી સેન્સર 12 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઈડ છે. બીજા મેગાપિક્સલનું વાઈડ સેન્સર છે. આઈફોનના કેમેરામાં નાઈટ મોડ, ડીપ ફ્યુઝન, સ્માર્ટ HDR 3, 4K નાઈટ મોડ, 4K Dollby Vision HDR રેકોર્ડિંગ જેવા ફીચર આપવામાં આવ્યા છે.

ફોનના ફ્રન્ટ 12 મેગાપિક્સલને ટ્રુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે, જે નાઈટ મોડ અને 4K Dollby Vision HDRના સપોર્ટ સાથે આવે છે. આ ફોન IP68 વોટર-રેઝિસ્ટન્ટ ફીચર સાથે આવે છે. આ આઈફોન ત્રણ સ્ટોરેજ વેરિયંટ 64GB, 128GB, અને 256GBમાં આવે છે.

Read Also

Related posts

મોટા સમાચાર: 1 ઓક્ટોબરથી આ બેન્કની ચેકબુક થઈ જશે બેકાર, ફટાફટ કરીલો આ કામ

pratik shah

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!