GSTV

ઑફરોની ભરમાર/ આ ગાડીઓ પર મળી રહ્યું છે 81,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જો જો આવો મોકો ચૂકી ના જતાં

ગાડીઓ

Last Updated on October 18, 2021 by Bansari

દેશની ફેસ્ટીવ સીઝનમાં દિવાળી પહેલા, ઓટોમોબાઈલ કંપનીઓ પોતાના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ પ્લાન આપીને આકર્ષિત કરી રહી છે. આ જ કડીમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફોર વ્હીલર લેવાની તૈયારી કરી રહેલા લોકો માટે તેની ગાડીઓ પર 81,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. હાલમાં, આ ઓફર 31 ઓક્ટોબર સુધી માન્ય છે. ચાલો જાણીએ કે કયા મોડેલ પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Mahindra Scorpio પર આટલી છૂટ

કંપનીએ મહિન્દ્રા સ્કોર્પિયો પર 22,320 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. આ ડિસ્કાઉન્ટમાં 5000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 4000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 13,320 રૂપિયા સુધીની એડિશનલ ઓફરનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે આ ગાડીની કિંમત 12.77 લાખથી 17.62 લાખ રૂપિયાની વચ્ચે છે.

Mahindra XUV300 પર આ છે ઓફર

મોડલ XUV300 પર મહિન્દ્રા કુલ 44,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેમાં 15,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ, 4000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 5,000 રૂપિયા સુધીની એડિશનલ ઓફરનો સમાવેશ થાય છે. આ એસયુવીની કિંમત 7.96 લાખથી 13.46 લાખ રૂપિયા છે.

Mahindra Marazzo પર બંપર છૂટ

Marazzo

મહિન્દ્રા મરાઝો પર કુલ 25,200 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 5,200 રૂપિયા સુધીની એડિશનલ ઓફરનો સમાવેશ થાય છે. આ જબરદસ્ત ગાડીની કિંમત 12.42 લાખથી 14.57 લાખ સુધીની છે.

KUV100 NXT પર કોઇ એક્સચેન્જ બોનસ નહીં

મહિન્દ્રા KUV100 NXT પર કુલ 41,055 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 38,055 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 3,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. કાર પર કોઈ એક્સચેન્જ બોનસ મળશે નહીં. આ શાનદાર કાર ઘણા લોકોના બજેટમાં હશે. જેની કિંમત ઓટો માર્કેટમાં 6.09 લાખથી 7.82 લાખ રૂપિયા સુધીની છે.

Mahindra Bolero પર આટલુ ડિસ્કાઉન્ટ

Bolero

મહિન્દ્રા બોલેરો પર માત્ર 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ SUV ની કિંમત 8.72 લાખથી 9.70 લાખ રૂપિયા સુધીની છે.

Mahindra Alturas G4 પર સૌથી વધુ છૂટ

ગાડીઓ

મહિન્દ્રાની આ કાર પર 81,500 રૂપિયા સુધીનું સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 50,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ, 11,500 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયા સુધીની એડિશનલ ઓફરનો સમાવેશ થાય છે. જો કે, આ કાર કદાચ મિડલ ક્લાસની બજેટ રેન્જની બહાર છે. ખરેખર, આ SUV ની કિંમત 28.77 લાખ રૂપિયાથી 31.77 લાખ રૂપિયાની વચ્ચે છે.

Read Also

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!