GSTV
Gujarat Government Advertisement

Hyundaiની આ કારો 60 હજાર રૂપિયા સુધી મળી રહી છે સસ્તી, કંપની લઈને આવી છે ધાંસૂ ઓફર

Last Updated on August 24, 2020 by pratik shah

કોરોનાવાયરસ રોગચાળો અને લોકડાઉનથી ઓટોમોબાઈલ ક્ષેત્રે બહુજ ખરાબ અસર પડી હતી. તમામ ઓટો કંપનીઓને આનું નુકસાન ભોગવવું પડ્યું છે. આ જ કારણ છે કે કંપનીઓ વેચાણ વધારવા માટે અનેક પ્રકારની ઓફર આપી રહી છે. હ્યુન્ડાઇએ પણ પસંદગીની કાર ઉપર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. જોકે, લોકડાઉન દૂર થયા પછી કારના વેચાણમાં વધારો થયો છે, પરંતુ તેમ છતાં, કંપનીએ જુલાઈ 2019ની તુલનામાં 2% ઓછું વેચાણ નોંધ્યું છે. હવે કંપનીએ ઓગસ્ટમાં હેચબેક અને સેડાન કાર પર ડિસ્કાઉન્ટની ઓફર કરી છે. જાણો, કંપની કંઇ કાર પર કેટલી છૂટ આપી રહી છે.

હ્યુન્ડાઇ ઑરા

હ્યુન્ડાઈ ઑરા પર કંપની ઓગસ્ટ 2020માં 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.  આ કાર મારુતિ સુઝુકી ડિઝાયર, હોન્ડા અમેઝ અને ટાટા ટિગોર જેવી કાર સાથે સ્પર્ધા કરે છે. 

હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10

આ હેચબેક કાર વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવી હતી. તે બાદ, આ કારનું ફેસલિફ્ટ મૉડલ 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે એક ખૂબ જ લોકપ્રિય કાર છે. ઓગસ્ટમાં હ્યુન્ડાઇની આ કાર પર 60 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. 

હ્યુન્ડાઇ એલિટ i20

આ હ્યુન્ડાઇની સૌથી લોકપ્રિય કારમાંની એક છે.  તેનું પેટ્રોલ વર્ઝન BS6 માં અપગ્રેડ કરવામાં આવી છે. ઓગસ્ટમાં કંપની આ કારની ખરીદી પર 35,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. 

હ્યુન્ડાઇ એલાંટ્રા

થોડા સમય પહેલા કંપની દ્વારા હ્યુન્ડાઇ એલાંન્ટ્રાનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું.  આ કારને 2.0 લિટર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યુ હતું. હવે તે 1.5 લીટર ડીઝલ એન્જિન સાથે પણ ઉપલબ્ધ છે. કંપની આ કાર પર ઓગસ્ટમાં 30,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Bank Holidays/ આજથી સતત ત્રણ દિવસ બેન્ક બંધ, જવા પહેલા ચેક કરી લો આખી લિસ્ટ

Damini Patel

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ના હોય! આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિરો, વિચારી પણ નહીં શકો એટલા કરોડોનું આવે છે દાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!