GSTV

Income Tax Raid: ગુજરાતના ગુટખા વેપારીની કાળી કમાણીનો ખુલાસો, 100 કરોડની બેનામી અવાક મળી આવી

Last Updated on November 24, 2021 by Pritesh Mehta

ગુજરાતના એક ગુટખાના વેપારીના ઠેકાણાઓ પર આયકર વિભાગે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 100 કરોડથી વધુની બેનામી સંપત્તિ અને કાળી કમાણીનો ખુલાસો થયો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવાં મુજબ, આવકવેરા વિભાગના અધિકારીઓએ 16 નવેમ્બરના રોજ અમદાવાદમાં ખુટાખા વેંચતા એક વેપારીના જુદા જુદા 15 ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, નિવેદનમાં ગુટખા ગ્રુપના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો. હાલ તો, આયકર વિભાગે ગ્રુપના બેન્ક લોકર્સ સીલ કરી દીધા છે અને મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

ગુટખા

4 કરોડ રૂપિયાના ઘરેણાં જપ્ત

આવક વેરા વિભાગના દરોડા દરમિયાન ગુટખા ગ્રુપની જગ્યાઓથી લગભગ સાડા સાત કરોડની બેનામી રોકડ અને અને લગભગ 4 કરોડના દાગીના મળી આવ્યા છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ ગુટખા વિતરણ ગ્રુપને 30 કરોડ રૂપિયાની અઘોષિત આવક હોવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોતાના સર્ચ ઓપરેશન દરમિયાન આયકર વિભાગના અધિકારીઓએ 16 નવેમ્બરે તપાસ દરમિયાન  જુદા જુદા પ્રકારના આપત્તિજનક દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કર્યા છે.

ગુજરાત

અચલ સંપત્તિમાં કર્યું રોકાણ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન મળેલ પુરાવાનું વિશ્લેષણ ગ્રુપ દ્વારા કર ચોરી તરફ સંકેત કરે છે. અત્યારસુધી 100 કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી આવકની જાણકારી મળી છે. જપ્ત કરવામાં આવેલ સામગ્રીનું વિશ્લેષણ કરતા ખ્યાલ આવ્યો છે કે રોકડ વેચાણનો ખાતા વહીમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો સર્ચ ટીમને એવા પુરાવા પણ મળ્યા છે કે જેનાથી ખ્યાલ આવે છે કે સમૂહે અચલ સંપત્તિમાં અઘોષિત રોકાણ કર્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!