GSTV

T20 World Cup / BCCI એ કર્યો Billion Cheers Jersey! નો ખુલાસો, નવી જર્સી અને ઉત્સાહ સાથે મેદાને ઉતરશે ભારતીય ટીમના ખેલાડીઓ

Last Updated on October 13, 2021 by Zainul Ansari

ટીમ ઇન્ડિયા યુએઈ અને ઓમાનમાં આયોજિત ટી-20 વર્લ્ડકપ માટે તૈયાર થઇ ચુકી છે. આ વૈશ્વિક ટુર્નામેન્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ નાના ફોર્મેટના વર્લ્ડકપની શરૂઆત ૧૭ ઓક્ટોબરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટની શરૂઆત ભારતીય ટીમના ખેલાડીઓ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામેની મેચથી કરશે. ત્યારે હાલ ટુર્નામેન્ટ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ દ્વારા ઈન્ડિયાની નવી જર્સી વિશે ખુલાસો કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ હાલ ટ્વીટ કરીને નવી જર્સીમાં ટીમ ઇન્ડિયાની ફોટો શેર કરી છે. આ જર્સીઓ MVL Sports દ્વારા લોન્ચ કરવામાં આવી છે. બીસીસીઆઈએ ટ્વીટમાં લખ્યું છે, પ્રસ્તુત છે Billion Cheers Jersey! આ જર્સીની પેટર્ન પ્રશંસકોની અરબો ચિયર્સથી પ્રેરિત છે. ભારતીય ટીમ વર્ષ 2007 મા ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી. ત્યારે હાલ વિરાટ કોહલીના કપ્તાની હેઠળ ભારતીય ટીમ ફરી એકવાર ટ્રોફી જીતવા માટે મેદાને ઉતારશે. વિરાટ કોહલીની કપ્તાન તરીકે આ છેલ્લી ટી-20 હશે.

આગામી ટુર્નામેન્ટ વર્ષ ૨૦૧૬ પછીનો પહેલો ટી-૨૦ વર્લ્ડ કપ હશે. છેલ્લે વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવી અને ટી-20 વર્લ્ડકપનુ ટાઇટલ પોતાને નામ કર્યું હતું. જ્યારે ભારતે સુપર ગ્રુપ-10 મેચમા પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતુ પરંતુ, સેમિફાઈનલમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે 7 વિકેટે હાર્યું હતુ.

ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યાથી થશે ટીમ ઇન્ડિયાની મેચો શરુ :

ભારતીય ટીમના મેચ ઇન્ડિયન ટાઈમ મુજબ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ટી-20 વર્લ્ડકપ 2021ની પહેલી સેમિફાઈનલ 10 નવેમ્બરના રોજ અબુધાબીમાં રમાશે. ત્યારબાદ બીજી સેમિફાઈનલ 11 નવેમ્બરે અને ફાઈનલ 14 નવેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટી-20 વર્લ્ડકપ 2021 મા ભારતને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે ગ્રુપ-2માં સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રૂપ-1માં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. ક્વોલિફાયર રાઉન્ડ પછી તેમાં વિજેતા ગ્રૂપ-બી ટીમ અને ગ્રૂપ-એમાં બીજા સ્થાને રહેલી ટીમનો સમાવેશ થશે. ક્વોલિફાયર સ્ટેજ બાદ તેની સાથે વિજેતા ગ્રૂપ-એ ટીમ અને ગ્રૂપ બીની રનરઅપ ટીમ જોડાશે.

Read Also

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!