સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. ત્યારે તેની ભયાનક અસર એન્ટાર્કટિકાનાં ઘણા ખરા વિસ્તારનાં ગ્લેશિયરમાં પણ જોવા મળી છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ગ્લેશિયર પિગણી રહ્યા છે. અને તેની ભયાનકતા સમગ્ર વિશ્વનાં તાપમાનમાં પણ જોવા મળી રહી છે. વરસાદ, ગરમી, ઠંડી, કરા, વિવિધ ઋતુ ચક્રમાં ફેરફાર થયો છે. આ કારણે વિશ્વનાં ઘણા વૈજ્ઞાનિકો ચિંતત છે.

ત્યારે એન્ટાર્કટિકામાં એક ગ્લેશિયર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તેનો આકાર લગભગ ગુજરાતનાં ક્ષેત્રફણ જેટલો છે, એટલું જ નહી આ ગ્લેશિયર સમુદ્રની ઉંડાઈમાં પણ ઘણા કિલોમીટર સુધી ફેલાયેલો છે. ચિંતાનો સૌથી મોટો વિષય એ છે કે આ ગ્લેશિયર અત્યંત ઝડપથી પિગળી રહ્યો છે. જો એવું થયું તો સમગ્ર દુનિયાનાં તમામ સમુદ્રોનું જળસ્તર હવેનાં 50 વર્ષોમાં 2 ફૂટ અને 70 વર્ષોમાં લગભગ 5 ફૂટ સુધી વધી જશે.


આ ગ્લેશિયરનું નામ થ્વાટેસ છે. જે એન્ટાર્કટિકાનાં પશ્ચિમી વિસ્તારમાં સ્થિત છે. તેનો લોકો ડૂમસ- ડે ગ્લેશિયર તરીકે પણ ઓળખાય છે. એટલેકે આ ગ્લેશિયર જે કયામતનાં દિવસે પિગળ છે. છેલ્લા 30 વર્ષોમાં આ ગ્લેશિયરની પિગળવાની ક્ષમતામાં બેઘણી થઈ ગઈ છે. થ્વાયટેસ (Thwaites) ગ્લેશિયરનો ક્ષેત્રફળ 1,92,000 વર્ગ કિલોમિટર છે. એટલે કે કર્ણાટક રાજ્યનું ક્ષેત્રફળ 1,91,791 વર્ગ કિલોમિટરથી થોડું ક વધારે ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 વર્ગ કિલોમીટરથઈ થોડુંક નાનું છે.

સૌથી મોટી વાત એ છે કે થ્વાયટેસ (Thwaites) ગ્લેશિયર સમુદ્રની અંદર પહોળાઈ 468 કિલોમીટર છે. આ ગ્લેશિયરમાંથી સતત મોટાં મોટા આઈસબર્ગ તૂટી રહ્યા છે. યૂકે સ્થિત યૂનિવર્સિટી એફ એક્સટરનાં પ્રોફેસર અલી ગ્રાહમે જણાવ્યું કે હાલમાંજ આ ગ્લેશિયરમાં છિદ્ર પાડાવામાં આવ્યું છે. આ છિદ્ર દ્રારા એક રોબોટને આ ગ્લેશિયરની અંદર મોકલવામાં આવ્યો હતો. ત્યારે એ જાણવા મળ્યું કે સમુદ્રની અંદરથી આ ગ્લેશિયર ઝડપથી તૂટી રહ્યો છે. તેની અંદર ગ્રેટ બ્રિટનની આકારનો છિદ્ર પડી ચૂકયો છે.

પ્રોફેસર અલી ગ્રાહમે જણાવ્યું કે આવતા 250 વર્ષોમાં વૈશ્વિક તાપમાન 2 થી 2.7 ડિગ્રી સેલ્સિયસ વધી જશે. જેનાથી આ ગ્લેશિયલ સંપૂર્ણ રીતે પીગળી જશે. તેનું સૌથી મોટું કારણ ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસર છે. તેની અસર દુનિયાનાં તટીય ક્ષેત્રનાં વિસ્તારો પર પડશે. માલદિવ જેવાં દ્ધિપ વાળા દેશો પાણીમાં સંપૂર્ણ રીતે સમાઈ જશે. અમેરિકાનું બોસ્ટન શહેર ભારત સહિત વિશ્વનાં ઘણા દેશોનાં તટીય ક્ષેત્રને અસર કરશે, જ્યારે આપદાને અત્યારથી નિવારવા બોસ્ટન પોતાનાં તટીય ક્ષેત્રને 11 ફીટ ઉંચુ કરી રહ્યું છે. જો ગ્લેશિયર તૂટવાથી સમુદ્રનું પાણીનું સ્તર વદે તો તેમનાં લોકો અને શહેરને નુકશાન નાં થાય. વૈજ્ઞાનિકો એ ચિંતા વ્યક્ત કરી છે જો વર્ષ 2100 સુધીમાં આ ગ્લેશિયર સંપૂર્ણ પણે પિગળી જશે તો 11 વિકાશીલ દેશોની અંદાજીત 9 કરોડ લોકો પર મોટો ખતરો આવશે.
READ ALSO
- નવા વર્ષમાં ચાર દિવસમાં 99 પૈસા વધ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરના આજના ભાવ
- રસી લીધા પછી આ પીણાંથી રહેવું પડશે દૂર, જો આ બાબતોનું નહી રાખો ધ્યાન તો પડશે મુશ્કેલી
- અપીલ દાખલ કરવામાં સુસ્તી બદલ ગુજરાત સરકારને લપડાક, સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર્યો આકરો દંડ!
- આપણે વિદેશમાં સ્થાયી થવામાં પણ અગ્રેસર: 1.8 કરોડ ભારતીયો વિદેશમાં વસ્યા, યુએનનો રિપોર્ટ
- ગૃહવિભાગની સ્પષ્ટતા બાદ આદેશ: કારમાં એકલા જ મુસાફરી કરી રહ્યા હોવ તો પણ હવે માસ્ક ફરજિયાત, નહીંતર દંડાશો!