GSTV
Gujarat Government Advertisement

હજુ નહીં જાય કોરોનાઃ એક વર્ષથી વધુ સમય સુધી મચાવશે કહેર, દુનિયાને ક્યારે મળશે મુક્તિ? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

કોરોના

Last Updated on May 4, 2021 by Harshad Patel

કોરોના વાયરસના કહેરથી ભારત સહિત આખી દુનિયા બેહાલ છે. ત્રાહીમામ પોકારી ઉઠી છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે આ મહામારી થકી ક્યારે મુક્તિ મળશે. આ વચ્ચે એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે કોરોના વાયરસ ઘણી વખત તેની ચરમસીમાએ પહોંચીને પછી ઓછી શે. આ રીતે કોરોના કહેર સામે એક વર્ષ સુધી ઝઝૂમવું પડશે.

કોરોના

સંશોધન 117 દેશોના ડેટાના આધારે પ્રકાશિત કર્યો

જર્નલ સાયન્ટિફિક રિપોર્ટમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે શિયાળામાં વધુ કેસો આવે અને ઉનાળામાં ઓછા કેસ જોવા મળશે. ભૂમધ્ય રેખા -વિષુવવૃત્તની નજીકના દેશોમાં કોરોના વાયરસના ઓછા કેસો હશે, જ્યારે પૃથ્વીના ઉત્તરીય અને દક્ષિણ ભાગોમાં આવેલા દેશોમાં વધુ કોરોના વાયરસના કેસોનો સામનો કરવો પડશે. સંશોધનકારોએ આ સંશોધન 117 દેશોના ડેટાના આધારે પ્રકાશિત કર્યો છે.

1 અક્ષાંશે કોરોના વાયરસના કેસોમાં 3.3 ટકાનો વધારો

આ સંશોધન દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે ક્યા દેશની અક્ષાંશ રેખાનો અને ત્યાંના કોરોના વાયરસના કેસો પર શું અસર પડે છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સંશોધન હેડલબર્ગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ જર્મની અને ચાઇનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ દ્વારા આનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એવું જોવા મળ્યું હતું કે જ્યારે પૃથ્વીની લેન્ડલાઇનથી એક અક્ષાંશ રેખા વધે છે, ત્યારે 10 લાખ વસ્તીમાં કોરોના વાયરસના પ્રમાણમાં 4.3 ટકાનો વધારો થાય છે.

ભૂમધ્ય રેખાની પાસે છે તેમાંની 10 લાખની વસતીએ 33 ટકા ઓછા કેસ

સંશોધનકારોએ જણાવ્યું હતું કે, જે દેશો ભૂમધ્ય રેખાની પાસે છે તેમાંની 10 લાખની વસતીએ 33 ટકા ઓછા કેસ છે. તેમણે કહ્યું કે સૂર્યની યુવી લાઈટ કોરોના વાયરસને નબળી બનાવી શકે છે અથવા તેને મારી શકે છે. આનો અર્થ એ છે કે દુનિયામાં ગરમીની મોસમમાં ઉનાળાની ઋતુમાં કોરોના વાયરસના ઓછા કેસ હશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આનો અર્થ એ છે કે ઉનાળાની ઋતુમાં કોરોના વાયરસ મહામારી પૂરી થશે નહીં.

વિશ્વભરમાં કોરોના કેસની સંખ્યા 15.24 કરોડ

આ સંશોધન એવા સમયે આવ્યું છે જ્યારે આ મહામારીએ દુનિયાને તબાહી કરી છે. દરમિયાન, કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 15.24 કરોડને વટાવી ગઈ છે. જ્યારે આ રોગને કારણે 31.9 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી આપી છે. વર્તમાન વૈશ્વિક કેસો અને મૃત્યુ અનુક્રમે 15,09,72,476 અને 3,198,397 છે. સીએસએસઇના જણાવ્યા અનુસાર, અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જેમાં વિશ્વમાં સૌથી વધુ 3,24,20,918 કેસ છે અને 5,77,041 લોકોના મોત થયા છે.

વિશ્વમાં કોરોનાની આવી છે સ્થિતિ

તે જ સમયે, ભારત 1,95,57,457 કેસ સાથે બીજા સ્થાને છે. 20 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય દેશોમાં, સીએસએસઈના ડેટા મુજબ, બ્રાઝિલ (1,47,54,910), ફ્રાંસ (57,13,393), તુર્કી (48,75,388), રશિયા (47,68,476), બ્રિટન (44,35,831), ઇટાલી (40,44,762), સ્પેન (35,24,077), જર્મની (34,25,865), આર્જેન્ટિના (30,05,259), કોલમ્બિયા, (28,93,655), પોલેન્ડ (28,03,233), ઈરાન (25,34,855), મેક્સિકો (23,48,873) અને યુક્રેન (21,37,959) છે. કોરોનાથી થયેલ 4,07,639 મોત સાથે બ્રાઝીલ બીજા ક્રમે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!