GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

નેપાળની સાંસદમાં ભારતના ભૂભાગને પોતાનો નકશો ગણાવી પાસ કરાવ્યાં બાદ પાર્ટીમાં મતભેદો વધ્યાં

ચીનના સહારે ભારત સાથે સરહદનો મુદ્દો ઉભો કરી સંસદમાં ભારતના ભૂભાગને પોતાની ગણાવી નવો નક્શો પાસ કરાવ્યા બાદ હવે સત્તાધીશ નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં અંદરોઅંદર મતભેદો સતત વધી રહ્યા છે.

નેપાળમાં પીએમનો વિરોધ

સત્તા સંઘર્ષમાં પીએમ કેપી શર્મા ઓલી અને પાર્ટી સહ અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડ સામે-સામે આવી ગયા છે, તેમની સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ પીએમ ઓલી સામે આવી ગયા છે અને તેમના રાજીનામાની માંગ ઉઠાવી રહ્યા છે. તેઓ આરોપ લગાવી રહ્યા છે કે સરકાર, ભારત સાથે સરહદી વિવાદ પર વાતચીત કરવામા અસફળ રહી. ગયા શનિવારની બેઠકમાં 48 સભ્યોની સ્થાયી સમિતિના મોટાભાગના સભ્યોએ આ મુદ્દો ઉઠાવી પીએમ ઓલીનો વિરોધ કર્યો હતો.

ભારત સરકાર પાડવાનું કાવતરૂ રચતું હોવાનો આરોપ

પાર્ટીની સ્થાયી સમિતિની ગત બેઠકમાં પ્રચંડે સ્પષ્ટ કહ્યુ હતું કે પાર્ટી અધ્યક્ષ પદ અને વડાપ્રધાનના પદમાંથી ઓલીએ કોઇ એક જ પદ પસંદ કરવુ પડશે. બીજી તરફ નેપાળ સરકારની કોરોના મહામારી સામેની રણનીતિ પર પણ પાર્ટીમાં જ સવાલો ઉભા થઇ રહ્યા છે. આ મુદ્દે બંને વરિષ્ઠ નેતાઓ એકબીજાથી વિરુદ્ધ છે. જો કે નેપાળના પીએમ ઓલીએ રવિવારે એક કાર્યક્રમમાં આરોપ લગાવ્યા હતા કે ભારત તેમની સરકાર પાડવાનું કાવતરુ ઘડી રહ્યુ છે. ઓલીએ દાવો કર્યો હતો કે નેપાળના નવા નક્શાને બંધારણીય મંજૂરી મળ્યા પછી તેમની વિરુદ્ધ કાવતરા કરવામાં આવી રહ્યા છે.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!