GSTV

ધૂમ્રપાન કરનારને જ નહી તેમના બાળકોના સ્વાસ્થ્યને પણ થશે આ નુકસાન

શું તમે સતત ધુમ્રપાન કરો છો?  જો એમ હોય તો,  તમે તમારા જીવનને તો જોખમમાં મૂકી જ રહ્યાં છો સાથે સાથે  તમારા બાળકોના જીવને પણ જોખમ તરફ લઈ જય રહ્યા છો. સંશોધકોએ ચેતવણી આપી છે કે પુખ્ત વયના લોકોમાં ક્રોનિક અવરોધક પલ્મોનરી રોગ (સી.ઓ.પી.ડી.) ના કારણે આ મૃત્યુનું જોખમ વધી  શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે જે વ્યક્તિ પોતાના બાળપણ થી ધૂમ્રપાન કરતી વ્યક્તિ સાથે જીવતા હોય તેમાથી  ૩૧ ટકા લોકો ક્રોનીક ઓબ્સટ્રકટિવ પલ્મોનારી ડીસીસ થી પીડાય છે. જ્યારે ધૂમ્રપાન કરનારાઓના સંપર્કમાં રહેતા  નવ ટકા લોકોને મૃત્યુનું જોખમ રહે છે.

તેમાં ગંભીર હદયરોગમાં મૃત્યુ પામવાની સંભાવના ૨૭ ટકા,  હુમલાના કારણે મૃત્યુનું જોખમ ૨૩ ટકા , અને સીઓપીડીથી સૌથી વધુ ૪૨ ટકા મૃત્યુની સંભાવના રહે છે. અમેરિકાની  અમેરિકન કેન્સર સોસાયટીના  એપિડેમિયોલોજિસ્ટ ડબલ્યુ રયાન ડાયવર એ કહ્યું, “આ પ્રથમ અભ્યાસ કે જેમાં મધ્યમ તેમજ તેનાથી ઓછી વયના લોકોમાં ક્રોનીકલ ઓબ્સટ્રકટિવ ડીસીસ થી ધૂમ્રપાન ના કરવા વાળા વ્યક્તિ અને બાળપણની વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે.

અભ્યાસ બાદ મેળવવામાં આવેલા તારણો પણ દર્શાવે છે કે અન્ય વ્યક્તિ દ્વારા ધૂમ્રપાનના સંપર્કમાં આવતા પુખ્ત વયના લોકોમાં ક્રોનીકલ ઓબ્સટ્રકક્ટિવ ડીસીસ દ્વારા મૃત્યુનું જોખમ વધુ પ્રમાણમાં રહે છે. અભ્યાસ માટે તૈયાર કરેલી ટીમમાં ૫૦-૭૪  વર્ષની વયના ધુમ્રપાન ન કરનારા ૭૦૯૦૦ પુરુષો અને સ્ત્રીઓ સામેલ હતા. અભ્યાસ માટે  તેમને   ૨૨ વર્ષ  મોનીટર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અભ્યાસનું તારણ પ્રાપ્ત થયું છે.

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!