GSTV

Health Tips: પિત્ઝા ખાવાનાં શોખીન છો,તો જાણી લો તેનાથી થતાં નુકસાન

બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકો પિત્ઝાને ખાવાનું પસંદ કરે છે. ઘણીવાર વિકેન્ડ પર લોકોને પિત્ઝા ખાતા જોયા હશે. પિત્ઝા ખાવામાં ટેસ્ટી હોય છે તેમાં કોઈ શક નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે તે નુકસાનદાયક હોય છે. ખાસ વાત એ છેકે, લોકો ઘરોમાં નહી પરંતુ ઓફિસમાં પિત્ઝાનો ઓર્ડર કરે છે. જો તમે પણ પિત્ઝા ખાવાના શોખીન છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. વધારે પિત્ઝા ખાતા લોકોને ઘણા પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે છે.

રાતનાં સમયે પિત્ઝા ન ખાશો

પિઝાએ એક પ્રકારનું ફાસ્ટ ફૂડ હોય છે, જેમાં ઘણી કેલરી અને ચરબી હોય છે. આ ખાવાથી આપણું પેટ ભરાઈ જાય છે, પરંતુ દરરોજ આપણા શરીરને કેટલાક પોષક તત્વોની જરૂર હોય છે જે તેમાં હોતા નથી. વાસ્તવમાં પિત્ઝાને પચાવવામાં આપણા પાચનતંત્રને વધારે સમય લાગે છે. એવામાં રાતનાં સમયે ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જો તમે પહેલાંથી એસિડિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો બિલકુલ પિત્ઝા ખાશો નહી.

હ્રદયને નુકસાન પહોંચાડે છે

સારા સ્વાસ્થ્ય માટે હ્રદયની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીઝામાં કોલેસ્ટરોલનું પ્રમાણ ખૂબ વધારે છે, જે હ્રદયરોગનું જોખમ વધારે છે. જો તેમાં ચિકન ઉમેરવામાં આવે છે, તો પછી કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ વધે છે. આવી સ્થિતિમાં, હ્રદયના દર્દીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ.

વજન

વજન વધે છે

લોકો મોટે ભાગે મોટા મોટી સાઈઝનાં પિઝા ઓર્ડર કરી દે છે અને તેનું ઓવરઈટિંગ કરે છે પિત્ઝા ખાવામાં વધારે ટેસ્ટી હોવાને કારણે લોકો મન ભરાઈ ન જાય ત્યાં સુધી ખાય છે. તેનાંથી વજન વધવાનો ખતરો રહે છે.

ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખતરનાક

પિત્ઝાની એક સ્લાઈસમાં ઘણી માત્રામાં કાર્બ્સ હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી પિત્ઝા ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!