ઠંડીનો કેર : ડીસામાં 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, લઘુતમ તાપમાન જાણી ચોંકી જશો

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો કેર યથાવત્ છે. ત્યારે રાજ્યમાં બનાસકાંઠાનું ડીસા શહેર સૌથી ઠંડું શહેર નોંધાયું છે. અહીં લઘુત્તમ તાપમાન 6.4 ડીગ્રી નોંધાયું હતુ. ડીસામાં ઠંડીએ 14 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ડીસામાં છેલ્લા 14 વર્ષનું સૌથી નીચુ લઘુતમ તાપમાન નોંધાયું છે. ગઈકાલ કરતા આજે તાપમાનમાં 5.1 ડીગ્રીનો ઘટાડો થતા ડીસાવાસીઓ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા છે. મોડી સવાર સુધી ડીસાના રસ્તાઓ સુમસામ ભાસતા હતા. રસ્તા પર એકલદોકલ અવરજવર દેખાતી હતી. જ્યારે કે લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા હતા.

સમગ્ર રાજ્યની વાત કરીએ તો. ગુજરાતમાં કોલ્ડવેવનો કેર યથાવત છે. ઠંડી ઓછી થવાનું નામ નથી લેતી. સૂસવાટા ભર્યા ઠંડા પવનોને કારણે ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. રાજ્યમાં સૌથી લઘુત્તમ તાપમાન ડીસામાં નોંધાયું. જ્યારે કે નલિયા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીનું જોર જોવા મળ્યું. સવારે સ્કૂલમાં જતા બાળકો અને નોકરીયાત વર્ગ ગરમ સ્વેટર કે શાલમાં લપેટાયેલા જોવા મળ્યા. હવામાન વિભાગે આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.

દિલ્હીમાં પણ ઠંડીનો કેર

ઉત્તર ભારતમા થયેલી ભારે હિમવર્ષાના કારણે દિલ્હી અને ઉત્તરભારતના મેદાની પ્રદેશોમાં વાતાવરણમાં પલટો જોવા મલ્યો છે. દિલ્હી એનસીઆરમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. કરા અને વરસાદનાકારણે ઠંડીના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો. તાપમાનનો પારો ગગડ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter