GSTV
Bollywood

Box office પર ‘શુભ મંગલ સાવધાન’ હિટ, બનશે સિક્વલ

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ની સફળતા પછી ડિરેક્ટર આર.એસ.પ્રસન્નાએ તેની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે. રિલીઝના બીજી અઠવાડિયામાં પણ આયુષ્માન-ભૂમિની ફિલ્મ સારી કમાણી કરી છે, ફિલ્મે બોક્સ ઑફિસ પર અત્યાર સુધી 33.92 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

‘જેન્ટેસ પ્રોબ્લેમ’ પર બનેલી આ ફિલ્મને ઓડિયન્સ તરફથી સારો રિસપોન્સ મળી રહ્યો છે. ફિલ્મની સક્સેસ પાર્ટીમાં ડિરેક્ટરને સિક્વલ બનાવવા વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમને કહ્યુ કે, અમે ‘શુભ મંગલ સાવધાન’ની સિક્વલ જરૂરથી બનાવીશું. હું આ વિશે પહેલા જ પ્રોડ્યુસર આનંદ એલ.રાયને વાર્તા કહી ચૂક્યો છું, જે ઘણી રસપ્રદ છે. ઓડિયન્સને આયુષ્માન અને ભૂમિનું કેરેક્ટર ઘણું પસંદ આવી રહ્યુ છે, તેથી જરૂરથી ફિલ્મની સિક્વલ બનશે.

Read Also: ખૂબ હસાવશે ‘જેન્ટ્સ પ્રૉબ્લેમ’ વાળી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’

તમને જણાવી દઇએ કે, આ ફિલ્મ તમિલ સુપરહિટ ‘કલ્યાણ સમયાલ સાધમ’ ની રીમેક છે. ડિરેક્ટર પ્રસન્નાએ કહ્યુ કે, ”તમિલ ફિલ્મની હિન્દી રિમેક બનાવવી મુશ્કેલ છે. જો કે અમે લકી છીએ કે અમારી ફિલ્મ ઓડિયન્સને પસંદ આવી રહી છે.” ફિલ્મને મળી રહેલા પોઝિટિવ રિસપોન્સ પર પ્રોડ્યુસર આનંદ એલ.રાય કહ્યુ કે, ”હું જાણતો હતો કે ઓડિયન્સને પસંદ આવશે, પરંતુ આટલી પસંદ આવશે તેની મને આશા ન હતી.”

Related posts

ફેશન આઈકોન ગણાતી ઉર્ફી જાવેદ ફરી આકર્ષણનું કેન્દ્ર બની, નવા બોલ્ડ લુકમાં VIDEO VIRAL

Hemal Vegda

ડીપનેક ગાઉન પહેરીને બેબી શાવરમાં પહોંચી બિપાશા બસુ, જુઓ PHOTO

Hemal Vegda

Brahmastraના 250 કરોડ પાક્કા! 75 રૂપિયાની ટિકિટે કરાવ્યો જબ્બર ફાયદો

Hemal Vegda
GSTV