GSTV
Home » News » ‘એક દો તીન..’ Song વિવાદ પર પહેલી વાર ‘બાગી 2’ના નિર્દેશક અહમદ ખાને આપ્યું નિવેદન

‘એક દો તીન..’ Song વિવાદ પર પહેલી વાર ‘બાગી 2’ના નિર્દેશક અહમદ ખાને આપ્યું નિવેદન

કોરિયોગ્રાફરમાંથી નિર્દેશક બનેલા અહમદ ખાનની ફિલ્મ ‘બાગી 2‘ને ધમાકેદાર ઓપનિંગ મળી છે. પહેલા જ દિવસે આ ફિલ્મે 25 કરોડથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મનું આઈટમ નંબર ‘એક દો તીન..’ વિવાદોમાં રહ્યું હતું. ફિલ્મના નિર્દેશક અહમદ ખાને પહેલી વખત પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ફિલ્મ ‘તેઝાબ’માં માધુરી દીક્ષિત પર બનાવવામાં આવેલા આ ગીત પર ‘બાગી 2’માં જેકલીન કદમ થીરકવતી જોવા મળી હતી. રીમેકમાં જેકલીનની તુલના માધુરી સાથે કરવામાં આવે તે સ્વાભાવિક હતું જેને લઇને જેકલીનને ઘણી ટીપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો પરંતુ ફિલ્મના નિર્દેશક અહમદ ખાન હવે પોતાની હીરોઈનના બચાવમાં આવ્યા છે. અહમદ ખાને કહી દીધું છે કે, ‘અમે ક્યારેય કોઈ ટીપ્પણીઓને ગંભીરતાથી નથી લીધી. જેકલીને ગીતને પુરતો ન્યાય આપ્યો છે વાત અહી જ ખતમ થઇ જાય છે.’

અહમદ ખાને કહ્યું કે, ‘અમને પહેલાથી ખબર હતી કે આ ગીતના રિલીઝ પછી આની તુલના માધુરી સાથે કરવામાં આવશે. સમસ્યા એ જ છે કે આપડે બધા ભારતીય હંમેશા તુલના કરવામાં રહીએ છીએ, પરંતુ આપણે એ સમજવાની જરૂર છે કે રીમેક ક્યારેય ઓરિજીનલ ન હોઈ શકે, ત્યારે જ તો તે રીમેક છે.’

‘તેઝાબ’માં માધુરીને ‘એક દો તીન’ ગીત પર કોરિયોગ્રાફર કરી ચુકી સરોજ ખાન પણ આ રીમેકથી ખુસ નથી આ સવાલ પર તેમણે જણાવ્યું કે,’મને નથી ખબર આ વાત ક્યાંથી આવી છે. સરોજ ખાનને આ ગીત ખૂબ પસંદ આવ્યું છે. તેમને જેકલીનનો ડાન્સ સારો લાગ્યો છે. આનથી વિશેષ હું બીજું શું કહી શકું.’

Related posts

મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરે જ ન કર્યું મતદાન, જાણો કારણ

Path Shah

Video: સીધી-સાદી દેખાતી ‘દયા બેન’ કરી ચુકી છે આવી બોલ્ડ ફિલ્મો, આવું હતું દિશા વાકાણીનું બોલીવુડ ડેબ્યૂ

Bansari

અર્જુન લગ્ન શા માટે નથી કરી લેતો? આ સવાલ પર આપ્યો એવો જવાબ કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!