GSTV

ટીવી સીરિયલના આ જાણીતા ડાયરેક્ટરની દશા થઈ એવી કે શાકભાજી વેચી ગુજારી રહ્યો છે જીવન, જાણો કેવી છે રીયલ લાઈફ

ઘણી જાણીતી ટીવી સીરિયલ અને ફિલ્મોમાં ડાયરેક્શન કરનારા ડાયરેક્ટ રામવૃક્ષ ગૌડ આજે શાકભાજી વેચવા ઉપર મજબુર થયા છે. એકથી એક જાણીતા કલાકારોને પોતાના ઈશારા ઉપર હસાવતા અને રોવડાવતા ડાયરેક્ટર આજે પોતાની સ્થિતિથઈ લડી રહ્યાં છે. ડાયરેક્ટર રામવૃક્ષ ઉત્તર પ્રદેશના આજમગઢમાં પોતાના ઘરમાં રહે છે.

રીલ લાઈફની ચકાચૌંધ અને ભાગમભાગની જીંદગી જીવનારા ડાયરેક્ટરે પોતાની પરિસ્થિતિઓ સાથે સમજૂતિની એવી રીતે કદર કરવી પડી કે તેણે પરિવારનું પેટ પાળવા માટે શાકભાજી વેચવી પડી રહી છે.

જો કે, આ પરિસ્થિતિઓમાં પણ ડાયરેક્ટ રામવૃક્ષનું કહેવું છે કે, રિયલ લાઈફ અને રીલ લાઈફ બંને ચાલે છે. લોકડાઉનમાં પોતાના બાળકોની પરિક્ષા અપાવવા માટે આવેલા રામવૃક્ષ હવે મુંબઈ જઈ નથી શકતા. પરિવારની જવાબદારીઓએ તેને ઝકડી લીધી છે અને મુંબઈમાં ફિલ્મી કામ બંધ થવાથી મજબુર થઈને શાકભાજી વેચીને પેટનો ખાડો પુરી રહ્યાં છે.

રામવૃક્ષ અને તેના પરિવારજનોએ પોતાની સ્થિતિ તો બતાવી પરંતુ હજુ પણ આશઆ છે કે આ તમામ પરિસ્થિતિઓ સામાન્ય થઈ જશે. તો અમે પણ અમારા સામાન્ય જીવનમાં પાછા ફરીશું.

ડાયરેક્ટની પત્ની અનિતા ગૌડનું કહેવું છે કે, પરિસ્થિતિ ખરાબ છે તો કોઈ ગમ નથી. આજે નહીં તો કાલે પરિસ્થિતિ સામાન્ય થશે.

તો તેની પુત્રી નેહા પણ કહી રહી છે કે, જ્યારે સ્થિતિ સારી થશે ત્યારે અમે પાછા મુંબઈમાં પોતાના દોસ્તોની સાથે સ્કુલમાં ભણશે.

25થી વધારે ટીવી સીરિયલ અને ફિલ્મોમાં ડાયરેક્શનનું કાર્ય કરી ચુકેલા રામવૃક્ષે જણાવ્યું કે, લોકડાઉને તેના જીવનનો માર્ગ બદલી નાંખ્યો છે. હવે શાકભાજી વેચવા માટે મજબૂર છે.

તે સીરિયલ બાલીકા વધૂ, જ્યોતિ, કુછ તો લોગ કહેંગે, સુજાતા જેવી સુપરહિટ સીરિયલનું નિર્દેશન કરી ચુક્યાં છે. તેમણે ફિલ્મી દુનિયાનો 22 વર્ષનો અનુભવ છે.


હવે આ વાત આજમગઢના વિસ્તારમાં ફેલાઈ ચુકી છે કે આટલા જાણીતા સીરિયલના ડાયરેક્ટ જે પોતાના ઈશારા ઉપર તમામ મોટા કલાકારોને હસાવતો અને રોવડાવતો હતો અને અભિનયનો પાઠ ભણાવીને તેને શીખર ઉપર પહોંચાડી દેતો હતો આજે તે રીલ જિંદગી છોડીને હવે રિયલ લાઈફમાં રસ્તા ઉપર ફરીને શાકભાજી વેચી રહ્યો છે.

Related posts

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva

સ્માર્ટ સીટી અમદાવાદના આ વિસ્તારના લોકો જીવી રહ્યા છે નર્કાગારમાં, પ્રાથમિક સુવિધાના નામે મીંડુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!