GSTV

ગુજરાત યુનિ.ની પ્રવેશ પ્રક્રિયાને લઇ મહત્વના સમાચાર, 20 હજારથી વધુ બેઠકો ખાલી રહેતા કોમર્સ ફેકલ્ટીને લઇ મોટો નિર્ણય

Last Updated on October 18, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત યુનિ.માં કોમર્સની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ પણ 20 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે ત્યારે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ફેઈલ ગઈ છે. હવે ખાલી બેઠકો માટે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા થશે અને કોલેજોમાં સીધો પ્રવેશ થશે. ગુજરાત યુનિ.માં કોમર્સ ફેકલ્ટી સૌથી મોટી છે અને કોમર્સમાં બીબીએ, બીસીએ, બીકોમ સહિતના કોર્સમાં 40 હજાર જેટલી બેઠકો છે.જે માટે આ વર્ષે સૌથી વધુ 50 હજાર જેટલા ફોર્મ ભરાયા હતા અને 40 હજારથી વધુ વિદ્યાર્થી મેરિટમાં હતાં.

admission-process

18 સભ્યોની કમિટી નીમાઇ તેમજ લાખોનો ખર્ચ વધારી એજન્સી બદલાઇ છતાં…

આ વર્ષે યુનિ.એ 10 થી12 લાખ જેટલો વધુ ખર્ચ કરીને એડમિશન એજન્સી પણ બદલી હતી અને સરકારની એજન્સી નિમી હતી એટલું જ નહી 8 સિન્ડીકેટ સભ્યો સાથે 18 સભ્યોની પ્રવેશ સમિતિ નીમાઇ હતી પરંતુ તેમ છતાં અનેક વિવાદો-હંગામા અને વિરોધ વચ્ચે કોમર્સની પ્રવેશ પ્રક્રિયા હજુ પુરી થઈ નથી. બે રાઉન્ડમાં માંડ 20 હજાર પ્રવેશ થયા છે અને 20 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે.

બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ ઓછા ટકા હોવા છતાં અંગ્રેજી મીડિયમની સારી કોલેજોની આશાએ ઓછી ચોઈસ ભરે છે અને જે કોલેજમાં પ્રવેશ મળે છે તેમાં પ્રવેશ કન્ફર્મ કરતા નથી.પરંતુ એકંદરે યુનિ.ની કોમર્સ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ફેઈલ જ રહી છે અને હવે 20 હજાર ખાલી બેઠકો માટે ઓફલાઈન પ્રક્રિયા કરવી પડશે.

gujarat university

વિદ્યાર્થીએ 21મી સુધી રજિસ્ટ્રેશન સ્લીપ સાથે જરૂરી ડોક્યુમેન્ટ કોલેજ ખાતે જમા કરવાના રહેશે

પ્રવેશ વગરના 20 હજારથી વધુ વિદ્યાર્થીએ હવે કોલેજ-કોલેજ ફરવું પડશે. વિદ્યાર્થીએ 21મી સુધી રજિસ્ટ્રેશન સ્લીપ સાથે જરૂરી ડોક્યુમેન્ટ કોલેજ ખાતે જમા કરવાના રહેશે. કોલેજોએ ઈન્ટર સે મેરિટથી પ્રવેશ આપવાનો રહેશે અને 22મીએ નોટિસ બોર્ડ પર મેરિટ-એડમિશન લિસ્ટ જાહેર કરવાનું રહેશે.

25મી સુધી વિદ્યાર્થીએ કોલેજ ખાતે ફી ભરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.27મી સુધીમાં કોલેજોએ પ્રવેશ આપેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જમા કરવાનું રહેશે. 1લીથી તો દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે હજુ વિદ્યાર્થીઓનું ભણવાનું હવે દિવાળી બાદ જ શરૂ થશે અને દિવાળી બાદ પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે કે કેમ તે પ્રશ્ન છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!