GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસ: ડ્રગ્સ કનેક્શનમાં દીપેશ સાવંતને મોકલાયો NCBના રિમાન્ડ

Last Updated on September 6, 2020 by pratik shah

સુશાંત રાજપૂત આપઘાત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ હવે સમગ્ર તપાસ NCB દ્વારા ડ્રગ્સ એન્ગલ પર થઇ રહી છે. ત્યારે, એનસીબીને સૌથી મોટી સફળતા દીપેશ સાવંતના રૂપમાં મળી છે. એનસીબીએ દિપેશની ધરપકડ કરીને રિમાન્ડ મોકલી આપ્યો છે.

સુશાંત

દીપેશ 9 દિવસ સુધી NCBના રિમાન્ડ

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિપેશ સાવંતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને 9 સપ્ટેમ્બર સુધી NCBના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. જોકે, દિપેશ સાવંતના વકીલે આરોપ લગાવ્યો કે NCBની ટીમે કોર્ટમાં રજૂ કર્યા વગર જ દીપેશને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યો. તેમજ દીપેશના પરિવારને પણ ધરપકડની જાણ કરવામાં આવી નહીં.

મેડિકલ ટેસ્ટ બાદ કોર્ટમાં રજુ કરાયો

એનસીબીની ટીમ દ્વારા શનિવાર રાત્રે દીપેશ સાવંતની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે સવારે તેને સાયન મેડિકલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી. જે બાદ તેને કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!