GSTV

ભારતીય વિકેટ કિપરે ઠાલવ્યો રોષ, ‘ધોની એ વખતે પસંદ થયો અને મારી છાતીમાં ખંજર ઉતરી ગયું’

ધોની

Last Updated on April 23, 2020 by Mayur

કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે પ્રથમ વખત 2008માં થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હરરાજીને યાદ કરી હતી. એ સમયે કાર્તિકે વિચાર્યું હતું કે તેને હોમ ટાઉન ચૈન્નઈ જ ખરીદશે અને માનપાન આપશે. હાલમાં જ ક્રિકબઝ સાથેની વાતચીત દરમિયાન દિનેશ કાર્તિકે ખુલાસો કરતા કહ્યું કે, એ સમયે તે હેરાન થઈ ગયો જ્યારે ચૈન્નઈ સુપરકિંગ્સે આઈપીએલના ઉદ્ધાટન સત્રમાં તેની જગ્યાએ મહેન્દ્ર સિંહ ધોની પર પસંદગીનો કળશ ઢોળ્યો.

મારા હ્રદયમાં એક મોટું ખંજર ઉતરી ગયું

દિનેશ કાર્તિકે કહ્યું કે, પ્રથમ નામ એમ એમ ધોનીનું હતું. તેને 1.5 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. એ મારાથી એકદમ ખૂણામાં બેઠો હતો. તેણે મને એક શબ્દ પણ ન કહ્યો કે તે સીએસકે માટે પસંદ થવાનો છે. મને લાગે છે કે તે આ વિશે જાણતો નહીં હોય. એવું લાગ્યું કે મારા દિલમાં એક મોટું ખંજર ઉતરી ગયું હોય.

13 વર્ષ વિતી ગયા છે

કાર્તિકે વધુમાં કહ્યું કે, પછી મેં વિચાર્યું કે હવે તેઓ મારી પસંદગી કરવાના છે. આજે 13 વર્ષ થઈ ગયા છતાં મને સીએસકે તરફથીએ માયાવી કોલની રાહ છે. કાર્તિકે 6 આઈપીએલની ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કર્યું છે. પણ વિકેટ-કિપર બેટ્સમેનને તેના હોમ ટાઉનમાં આઈપીએલ રમવાની તક નથી મળી.

ભારતીય ટીમમાં 15 વર્ષ પહેલાં ડેબ્યુ કર્યું હતું

કાર્તિક તમિલનાડુનો સ્ટાર ક્રિકેટર રહી ચૂક્યો છે. પણ તેના રાજ્યોના સાથી ખેલાડી મુરલી વિજય અને રવિચંદ્રન અશ્વિન ચૈન્નઈ તરફથી રમી ચૂક્યા છે. જ્યારે કાર્તિકને હજુ સુધી તક નથી મળી. કાર્તિકની કરિયર ઉતાર-ચઢાવવાળી રહી છે. તે ટીમની અંદર-બહાર થતો રહ્યો છે. 34 વર્ષીય કાર્તિકને ભારતીય ટીમમાં પર્દાપણ કરતા 15 વર્ષ થયા છે. 2019ના વિશ્વકપમાં તેને 11 ખેલાડીઓમાં જગ્યા મળી હતી. પણ તે પોતાનો પ્રભાવ ન છોડી શક્યો. કાર્તિકે એ સમયે 3 મેચની ઈનિંગમાં માત્ર 14 રન બનાવ્યા હતા.

READ ALSO

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!