GSTV

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ માટે કાર્તિકને તક, સાહા ઇજાના કારણે બહાર

Last Updated on June 2, 2018 by Bansari

ટીમ ઇન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા ઇજાગ્રસ્ત હોવાના કારણે 14 જૂનના રોજ બેંગલોરમં અફઘાનિસ્તાન સામે રમાનાર ઐતિહાસિક ટેસ્ટ મેચ માંથી બહાર થઇ ગયો છે, સાહાના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રિદ્ધિમાન સાહાને સનરાઇઝ હૈદરાબાદ તરફથી 25મેના રોજ કલકત્તા નાઇટરાઇટડર્સ સામે રમાયેલી બીજી ક્વૉલિફાયર મેચ દરમિયાન ઇજા થઇ હતી.

બીસીસીઆઇએ ટ્વિટ કરીને જણાવ્યું કે સાહા બીસીસીઆઇની મેડિકલ ટીમની નિરિક્ષણ હેઠળ ઇજામાં રિકવરી મેળવી રહ્યો હતો પરંતુ મેનેજમેન્ટે તેને આરામ પવા માટે આ ટેસ્ટ માંથી બહાર રાકવાનો નિર્ણય લીધો છે. જેના કારણે તે ઇંગ્લેન્ડ સામેની સિરિઝ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઇ જાય. તેને ફિટ થવામાં 5થી 6 અઠવાડિયાનો સમય લાગશે. એમએસકે પ્રસદની આગેવાની હેઠળની સિલેક્શન ટીમે અફઘનિસ્તાન સામે રમાનાર ટેસ્ટ મેચ માટે કાર્તિકને સાહાના સ્થાને પસંદ કર્યો છે કારણ કે હાલ કાર્તિક શાનદાર ફોર્મમાં છે.

ઉલ્લેખનીય છે કે એક અ‍ઠવાડિયા પહેલાં આઈ.પી.એલ.ની તેની કલકત્તા સામેની મેચમાં શિવમ માવીનો શોર્ટ બોલ તેને જમણા અંગુઠા પર વાગ્યો હતો. અલબત તેણે ત્યારબાદ બેટિંગ તો ચાલુ રાખી હતી. અને 35 રન ફટકાર્યા હતા.જો કે બાદમાં તે વિકેટ કિપિંગ કરતી વખતે ઘણો અનક્મ્ફર્ટેબલ લાગતો હતો. બાદ તે ફાઈનલમાં ચેન્નાઈની વિરુધ્ધ બહાર રહ્યો હતો.હાલ આઈ.પી. એલ. પુરી થતાં તે ટીમ આગામી 14 જુનથી બેંગ્લોર ખાતે રમાનારા ઐતિહાસિક ટેસ્ટ માટે સજજ છે. અને તેની તૈયારીનાં ભાગ રુપે સૌનાં ફિટનેસ ટેસ્ટ થઈ રહ્યા છે. ત્યારે સાહા ખભા અને અંગુઠાની ઈજાથી પરેશાન છે.

આ અંગે વિસ્તૃત સારવાર લેવાં મુંબઈ ગયો હતો. જ્યાં તેને ફિઝિયો પાસેથી ટિપ્સ લીધી હતી. જેમાં તેને ઈજાગ્રસ્ત અંગુઠા પર પ્રોટેક્ટિવ કેપ પહેરવાની સલાહ આપી હતી. આમ છતાં બી.સી.સી.આઈ. તેની ઈંજરી પર ખાસ ધ્યાન રાખી રહી છે. તેમણે હજુ સુધી સાહાનો કોઈ જ વિકલ્પ જાહેર નથી કર્યો.જેનો સીધો મતલબ બી.સી.સી.આઈ. સાહાને રિકવર થવા માટે પુરતો સમય આપવા માંગે છે. આ અંગે સાહા જણાવે છે કે મારી આ વખતની આઈ.પી.એલ. કંઈ ખાસ નથી રહી.પરંતુ હું ટેસ્ટ ફોરમેટમાં હજુ પણ પ્રદાન કરી શકુ તેમ છુ. જો કે તે ટેસ્ટમાં રિકવર થવાં અંગે હજુ આશાસ્પદ નથી.

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!