GSTV
Home » News » દિનેશ કાર્તિકના 4.1 ઓવરમાં માત્ર 6 રન ! રાયડુને પડતો મૂકવો ભારે પડયો

દિનેશ કાર્તિકના 4.1 ઓવરમાં માત્ર 6 રન ! રાયડુને પડતો મૂકવો ભારે પડયો

વર્લ્ડ કપ જીતવા માટે હોટફેવરિટ ભારતીય ટીમ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર ફેંકાતા હવે કોચ શાસ્ત્રી અને એમએસકે પ્રસાદ સહિતના સિલેક્ટરો સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ભારતીય કેપ્ટન કોહલીના માનીતા કોચ શાસ્ત્રીની વ્યુહરચના ટીમ ઈન્ડિયાને ફળી નહતી અને ભારત ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં હારીને બહાર ફેંકાયું હતુ. કોચની સાથે સાથે ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટિના નિર્ણયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. ખાસ કરીને છેલ્લા એક-દોઢ વર્ષથી ચોથા ક્રમના બેટ્સમેન તરીકે નિશ્ચિત બની ચૂકેલા રાયડુને વર્લ્ડ કપ પહેલાની એકમાત્ર સિરીઝની નિષ્ફળતાને કારણે પડતો મૂકવાના નિર્ણયની પણ આકરી ટીકા ચાહકોએ કરી હતી. 

ભારતીય ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પરાજય બાદ હવે ટીમ મેનેજમેન્ટમાં કેવા પરીવર્તન કરે છે, તે જોવાનું રહેશે. આ ઉપરાંત વર્લ્ડ કપની ટીમના સિલેક્શનમાં થયેલા છબરડા અંગે પસંદગીકારોનો પણ ખુલાસો માગવામાં આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

દિનેશ કાર્તિકથી ચાહકો ખફા

ન્યૂઝીલેન્ડ સામેના પરાજય બાદ ભારતીય ચાહકોએ દિનેશ કાર્તિકની ધીમી બેટીંગની ભારે ટીકા કરી હતી. પાંચમા ક્રમે બેટીંગમાં ઉતરેલા કાર્તિકે ૨૫ બોલમાં એટલે કે ૪.૧ ઓવરમાં માત્ર ૬ જ રન નોંધાવ્યા હતા. કાર્તિકની બેટીંગ ખુબ જ ધીમી રહી હતી અને તે સ્ટ્રાઈક પર રોટેટ કરતો નહતો. તેણે છેક ૨૧માં બોલ પર ચોગ્ગો ફટકારીને ખાતુ ખોલાવ્યું હતુ. અત્યંત ધીમી બેટીંગ અને સિંગલ-ડબલ રન લઈને સ્કોર બોર્ડ ફરતું રાખવાનો પ્રયાસ પણ તેણે કર્યો હતો, જેનાથી ચાહકો અકળાઈ ઉઠયા હતા.

ચોથા ક્રમનો બેટ્સમેન કમજોર કડી બન્યો

છેલ્લા એક-દોઢ વર્ષથી ચોથા ક્રમના બેટ્સમેન તરીકે નિશ્ચિત બની ચૂકેલા રાયડુએ વર્લ્ડ કપ અગાઉની એકમાત્ર સિરીઝની નિષ્ફળતાના પગલે પસંદગીકારોએ પડતો મૂક્યો હતો. તેના સ્થાને યુવા વિકેટકિપર બેટ્સમેન વિજય શંકરને તક આપવામાં આવી હતી. પસંદગીકારોના આ બ્લન્ડરની મોટી કિંમત ભારતે ચૂકવવી પડી હતી. ભારત માટે ચોથા ક્રમનો બેટ્સમેન કમજોર કડી સાબિત થયો હતો. ચોથા ક્રમના બેટ્સમેન તરીકે વિજય શંકર, દિનેશ કાર્તિક, લોકેશ રાહુલ અને કેદાર જાધવની પસંદગી કરવામાં આવી હતી પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. ધવન ઈજાગ્રસ્ત બનતા રાહુલ ઓપનિંગમાં ઉતરતો હતો. જોકે બાકીના બેટ્સમેનો ચોથા ક્રમે સાવ સરેરાશ દેખાવ કરી શક્યા હતા.

READ ALSO

Related posts

શું વિદ્યા બાલને નેશનલ એવોર્ડ માટે આ ફિલ્મમાં કામ કર્યુ છે? તો વિદ્યાએ આપ્યો આ જવાબ

Kaushik Bavishi

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર રાજનીતિ ગરમાઇ, ડે.સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Riyaz Parmar

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!