GSTV

OMG ! સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમાં ‘મૅન ઑફ ધ મૅચ’ હતો દિનેશ કાર્તિક

Last Updated on March 20, 2018 by Bansari

દિનેશ કાર્તિક હાલ ક્રિકેટજગતનો હિરો બની ગયો છે. પરંતુ જો કોઇ એવો દાવો કરે કે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમાં તેને મૅન ઑફ ધ મૅચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો તો કદાચ તેમને તેના પર વિશ્વાસ નહી થાય કારણ કે જ્યારે સચિને પોતાની પહેલી મેચ રમી હતી ત્યારે દિનેશ ફક્ત ચાર વર્ષનો હતો. પરંતુ તે હકીકત છે કે સચિનની ડેબ્યૂ મેચમાં ‘મૅન ઑફ ધ મૅચ’ નો ખિતાબ દિનેશ કાર્તિકના નામે રહ્યો હતો.

હકીકતમાં 12 વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2006માં સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગ ખાતે રમાયેલી મેચ વનડે કે ટેસ્ટ નહી પરંતુ ટા-20 મેચ હતી. આ મેચ એટલા માટે રેકોર્ડબુકમાં સામેલ છે કારણ કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ પહેલી વાર ટી-20 મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી. સચિન ઉપરાંત આ મેચમાં સહેવાગ, એમએસ ધોની અને દિનેશ કાર્તિક તમામ ખેલાડીઓ માટે આ મેચ ડેબ્યૂ મેચ જ હતી. અગાઉ ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે ટી-20 મેચ રમી જ નહતી.

ભારતીય ટીમના કેપ્ટન વિરેન્દ્ર સહેવાગ ટૉસ હારી ગયાં છે અને ભારતે પહેલા બોલિંગ કરવી પડી. આફ્રિકાએ નિર્ધારિત 20 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 126 રનનો સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 19.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસેલ કરી લીધો હતો. આ મેચમાં સચિન ફક્ત 10 રન બનાવીને આઉટ થઇ ગયાં હતાં. આ મેચમાં કાર્તિકે 31 રનની શાનદાર ઇનિંગ રમીને મૅન ઑફ ધ મેચનો ખિતાબ હાંસેલ કર્યો હતો. આ રીતે સચિનના ડેબ્યૂ મેચમાં કાર્તિકની મેન ઑફ ધ મેચ તરીકે પસંદગી થવી એક રસપ્રદ સંયોગ છે.

ઉલ્લેખનીય છે કે નિદહાસ ટ્રોફીની ફાઇનલમાં કાર્તિકે શાનદાર બેટિંગ કરીને છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને ભારતીય ટીમને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!