GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જ્યારે ખોટું બોલતા રંગે હાથે પકડી હતી દિનેશ કાર્તિકે, તો દિપીકાની આંખો શરમથી ઝૂકી ગઈ હતી

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે હજી સોમવારે જ તેનો 35મો જન્મદિવસ મનાવ્યો હતો. કાર્તિકે તેના ક્રિકેટકાળની સાથે સાથે અંગત જીવનમાં પણ ઘમના દુઃખ સહન કરેલા છે. જોકે 2013માં આ દુઃખમાં ઘટાડો થયો હતો જ્યારે તેના જીવનમાં સ્કવોશ ખેલાડી દિપિકા પલ્લિકલ આવી હતી.

બે વર્ષ ડેટિંગ કર્યા બાદ 2015માં બંનેએ લગ્ન કરી લીધા હતા. અગાઉ કાર્તિકના લગ્ન અન્ય યુવતી સાથે થયા હતા પરંતુ તેની ટીમનો સાથી ખેલાડી  મુરલી વિજય પણ તેની પત્ની સાથે અફેર કરતો હતો અને બંનેએ લગ્ન કરી લેતાં કાર્તિકના માથે આફત આવી ગઈ હતી.

રસપ્રદ છે લવ સ્ટોરી

આમ તો કાર્તિક અને દિપિકાની લવ સ્ટોરી રસપ્રદ છે. એક મુલાકાતમાં દિપિકાએ તેની અને કાર્તિક વચ્ચે બનેલી એક ઘટના શેર કરી હતી. એક દિવસ કાર્તિકે તેને ડિનર માટે મેસેજ કર્યો હતો. જેનો જવાબ દિપિકાએ આપ્યો નહીં.  કાર્તિકે ફરી વાર પૂછ્યું તો દિપિકાએ બહાના બતાવીને વાત ટાળી દીધી. પછી એક દિવસ દિપિકાએ કાંઇક એવું કર્યું જેનાથી તેને શરમ આવી ગઈ કેમ કે કાર્તિકે તેને રંગે હાથ ઝડપી લીધી હતી.

જ્યારે કાર્તિક જીમ પર પહોંચીને જોયુ તો…

હકીકતમાં કાર્તિકે દિપિકાને ડિનર માટે કહ્યું તો તેણે બહાનું બતાવ્યું કે તે ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ રહી છે. દિપિકા ખોટું બોલી હતી પરંતુ તે પકડાઈ ગઈ કેમ કે બીજે દિવસે કાર્તિક એ જ સમયે જિમ પર પહોંચી ગયો જે સમયે દિપિકા જતી હતી. દિપિકા શરમાઈ ગઈ અને બીજે જ દિવસે બંને સાથે બ્રેકફાસ્ટ પર ગયા અને ત્યાર બાદ બંનેએ લગ્ન કરી લીધા.

READ ALSO

Related posts

મુંબઇગરાઓ છત્રી-રેઇનકોટ કાઢી રાખજો! આ વિસ્તારોમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari

મુકેશ અંબાણી પર લક્ષ્મીજી મહેરબાન, Jioમાં 1894 કરોડનું રોકાણ કરશે આ કંપની

Bansari

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!