GSTV

શ્રીલંકાનો આ ખેલાડી ઇજાના કારણે થયો સિરીઝની બહાર

Last Updated on August 28, 2017 by

શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં ખેલાડીઓની મુશ્કેલીઓ અટકવાનું નામ લેતી નથી. રવિવારે ભારત સામે રમાયેલી ત્રીજી વન ડેમાં શ્રીલંકાના બેટસમેન દિનેશ ચાંદીમલને ડાબા હાથના અંગૂઠામાં હેરિએન ફ્રેકચર થતા તે સિરીઝની બાકીની બે મેચમાંથી બહાર થઇ ગયો છે.

દિનેશ ચાંદીમલને હાર્દિક પંડ્યાની બોલિંગ દરમિયાન બોલ તેના ડાબા અંગૂઠા પર વાગ્યો હતો. આ સમયે તે 14 રન બનાવી રમી રહ્યો હતો ત્યાર બાદ ચાંદીમલે હાથમાં ટેપ લગાવી અને બીજી વખત બેટિંગ કરવા ઉતર્યો હતો. પરંતુ, તે 36 રન બનાવી આઉટ થયો હતો. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કહ્યું કે, શ્રીલંકા ક્રિકેટ એ વાતની પૃષ્ટિ કરે છે કે, દિનેશ ચંડીમલ પોતાના ડાબા હાથના અંગૂઠામાં હેરિએન ફ્રેક્ચરના કારણે સિરીઝની બાકીની મેચોમાંથી બહાર રહેશે.

ઉલ્લેખનીય છેકે, ચાંદીમલ ભારત સામે વન ડે સિરીઝમાં શ્રીલંકાની ટીમમાં ન હતો પરંતુ, તેને નિયમિત કપ્તાન ઉત્પલ થરંગા પર આઇસીસી દ્વારા સ્લો ઓવર રેટના કારણે બે મેચનો પ્રતિબંધ લગાવવા પર અને ઓપનર ગુણાથિલાકાની ખભામાં ઇજાના કારણે લાહિરુ થિરિમાનેની સાથે તેને ટીમમાં સામેલ કરાયો હતો.

Related posts

BIG BREAKING: ક્રિકેટર હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ, ઈજાથી છે સતત પરેશાન!

pratik shah

Big Breaking / વનડેમાં રોહિત શર્મા બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા BCCIનો મોટો નિર્ણય

Zainul Ansari

નામની રમત / અક્ષર+પટેલ… રવીન્દ્ર+જાડેજા, જ્યારે સાથે આવ્યા Ind-NZના ખેલાડી અને બની ગયું આખું નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!