Video: બોલરે નાંખ્યો એવો બાઉન્સર કે બેટ્સમેન સીધો બેભાન જ થઇ ગયો!

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન પેસ બોલર પેટ કમિન્સનો એક ખતરનાક બાઉન્સર માથા પર વાગ્યા બાદ શ્રીલંકન ઓપનર દિમુથ કરુણારત્નેને સ્ટ્રેચરમાં મેદાન બહાર લઈ જવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગ 534 રન પર ડિકલેર કર્યા બાદ બેટિંગ કરવા માટે ઉતરેલા ઓપનર કરુણારત્ને 46 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પેટ કમિન્સના એક બાઉન્સરને સમજવામાં થાપ ખાઈ ગયો હતો.

બોલ સીધો હેલ્મેટ પર વાગ્યો હતો પણ પ્રહાર એટલો જોરદાર હતો કે કરુણારત્ને મેદાન પર જ પડી ગયો હતો.એ પછી મેડિકલ સ્ટાફ મેદાન પર દોડી આવ્યો હતો.કરુણારત્ને બોલવાની સ્થિતિમાં નહોતો અને ઈશારામાં જ વાત કરી રહ્યો હતો.હાલત કાબૂ બહાર થતી જોઈને તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાયો હતો.સારવાર માટે કરુણારત્નને હોસ્પિટલમાં દાખલ પણ કરવામા આવ્યો છે.જ્યાં તેનુ સીટી સ્કેન અને બીજા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter