ડાયમંડ સિટી સુરતની હવે બનશે આ નવી ઓળખ

ડાયમંડ સિટી સુરતની સ્કલ્પચર સીટી તરીકે નવી ઓળખ બનશે. સુરતમાં સ્ક્રેપમાંથી અદ્દભુત સકલ્પચર બનાવાયા છે. જે સુરત શહેરની શોમાં વધારો કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છેકે આ સ્કલ્પચર ભંગારમાંથી તૈયાર કરાયા છે

અદભૂત હોર્સ, રોરીંગ લાયન, નજર પડતા જ મંત્રમુગ્ધ થઇ જવાય તેવા આ સ્ક્લ્પચર સુરતની શોભા વધારી રહ્યા છે. કોર્પોરેશનના વેસ્ટ ભંગારમાંથી આ અદભૂત સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે.

સ્ક્રેપમાં પડેલી જૂની પાઇપોથી સોલાર ટ્રી પણ બનાવાયુ છે. જેના પાંદડા ઉપર સોલાર પેનલ હશે અને ચાર ખુરશીઓ પર બેસીને લોકો free wifi ફ્રી ચાર્જિંગ અને સવારથી રાત સુધી એફ એમ સાંભળી શકશે.

સુરતમાં કામરેજ વરાછા રોડ ઉપર સાવજની પ્રતિમા તૈયાર કરાઇ છે. તો શહેરના બે સ્થળો પર ઘોડાનું સકલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું નામ રફતારે સુરત આપવામાં આવ્યુ છે. આ તમામને ખાસ પ્રોટેક્ટિવ કોટ એટલે પોલીયુરેથીન ઇન્ડસ્ટ્રીયલથી કલર કરવામાં આવ્યા છે. જેથી 15 વર્ષ સુધી કલર કરવાની જરૂર પડશે નહીં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter