GSTV

સુરતના ખમણ, રાંદેરની બિરીયાની અને ઘારીનો ટેસ્ટ દિલીપ કુમારને દાઢે લાગ્યો હતો, ગરદનની કસરત માટે સુરતથી ખાસ પતંગ મંગાવ્યા હતા

Last Updated on July 8, 2021 by Pritesh Mehta

૧૯૮૫માં  દિલીપ કુમાર પહેલી વાર સુરત આવ્યા ત્યારે બી.આર.સી. દ્વારા દિલીપ કુમારના ભવ્ય આગતા સ્વાગતા કરવામા આવી હતી. તેમ છતાં દિલીપ કુમાર માટે ટ્રસ્ટીઓ  રાત્રીના રાંદેર ખાતેની બિરીયાની બનાવી લઈ ગયાં હતા. આ ઉપરાંત સવારે અસલ સુરતી નાસ્તો ખમણ  અને પોંક ખવડાવ્યો હતો જે તેમને ભાવ્યા હતા. આ ઉપરાંત તેઓને સુરતની ઘારીનો ટેસ્ટ પણ દાઢે લાગ્યો હતો. જ્યારે સુરતથી કદીરભાઈ દિલીપ કુમારને મળવા જતાં ત્યારે સુરતની બેકરીઓની બિસ્કીટ અને ઘારી પણ લઈ જતાં હતા. દિલીપ કુમારને ઉંધીયાનો ટેસ્ટ પણ કરાવ્યો હતો પરંતુ સુરતી ઉંધીયું તેમને ભાવ્યું ન હતું.

દિલીપ કુમાર

૧૯૮૫માં દિલીપ કુમાર  ટ્રેનમાં મુસાફરી કરી સુરત આવ્યા હતા ત્યારે તેમને વધુ સુવિધા મળે તે માટે તેમની ટ્રેનનું પ્લેટફોર્મ બદલવામા આવ્યું હતું. તે સમયે મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેન બે નંબરના પ્લેટફોર્મ પર ઉભી રહેતી હતી. પરંતુ ટ્રેનમાં ફિલ્મ સ્ટાર દિલીપ કુમાર મુસાફરી કરતા હોવાની ખબર પડતાં બે નંબરના બદલે એક નંબરના પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી રાખવામા આવી હતી. લિફ્ટ મારફતે તેઓ નીચે આવ્યા હતા અને ત્યાર બાદ ગાડીમાં તેઓ બી.આર.સી.માં (બરોડા રેયોન કોર્પોરેશન) રોકાયા હતા. સુરતમાં તે સમયે કોઈ મોટી હોટલ નહોતી.

ફિલ્મમાં કામ કરતાં કરતાં દિલીપ કુમારને ગરદનની બિમારી થઈ હતી ડોક્ટરે આ ગરદનની સમસ્યા દુર કરવ માટે કસરત કરવા કહ્યું હતું કોઈકે એવી સલાહ આપી હતી કે ગરદનની એક્સસાઈઝ માટે પતંગ ચગાવવો ઘણો હિતાવહ છે તેથી દિલીપ કુમારે કદીર પીરઝાદા પાસે રાંદેરના પતંગ મંગાવ્યા હતા અને મુંબઈ ચગાવ્યા હતા તેવી વાતે પણ કદીરભાઈ વાગોળી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

કરોડોનું આંધણ/ તળાવોના બ્યુટિફિકેશનમાંથી કૌભાંડનો કદરૂપો ચહેરો જ ડોકાઇ રહ્યો છે, કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તળાવોમાં ઢોર ફરતા દેખાયા

Pravin Makwana

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!