GSTV

અંતિમ વિદાય / બોલિવુડના દિગ્ગજ દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક, સાયરા બાનુએ અશ્રુ ભીની આંખોથી આપી વિદાય

Last Updated on July 7, 2021 by Zainul Ansari

બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરે હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સવારે સાડા સાત વાગે તેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમને જુહુના કબ્રસ્તાનમાં પાંચ વાગે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. આ જ કબ્રસ્તાનમાં મોહમ્મદ રફી, મધુબાલા, મઝરુહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેની જાહેરાત બાદ દિલીપ કુમારની અંતિમવિધિ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારના પાર્થિવદેહને રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર થકી રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી. દિલીપ કુમારને અંતિમ વિદાય આપવા પત્ની સાયરા બાનો પણ કબ્રસ્તાન પહોંચ્યા હતા. આ ઉપરાંત અમિતાભ બચ્ચન પણ દીકરા અભિષેક સાથે કબ્રસ્તાન પહોંચ્યા હતા.

બોલિવુડ શોકમાં ડુબી ગયું

દિલિપ કુમારના નિધન બાદ અમિતાભ બચ્ચને કહ્યુ હતુ કે, દિલિપ કુમારના નિધન સાથે એક અભિનેતાનો નહીં પણ એક સંસ્થાનો અંત આવ્યો છે.જો હિન્દી સિનેમાનો ઈતિહાસ લખાશે તો તે દિલિપ કુમારથી પહેલા ….અને દિલિપ કુમાર પછી…એમ લખવામાં આવશે.

બીગ બીએ લખ્યુ હતુ કે, એક સંસ્થા જતી રહી..મારી દુઆ છે કે તેમના આત્માને શાંતિ મળે અને ઈશ્વર તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.મને બહુ દુખ થયુ છે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ પહેલેથી દિલિપ કુમારના ફેન રહ્યા છે.તેમણે પોતે એક કિસ્સો કહ્યો હતો.જેમાં તેઓ દિલિપ કુમારના ઓટોગ્રાફ માટે અડધો કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા.

દરમિયાન બોલીવૂડ સ્ટાર અજય દેવગણે કહ્યુ છે કે, દિલિપ કુમાર સાથે મે કેટલીક યાદગાર પળો વિતાવી છે.એક ટાઈમલેસ એક્ટર અને એક સંસ્થા હતા.સાયરાબાનોજી માટે મારી સંવેદનાઓ…

અક્ષયકુમારે કહ્યુ હતુ કે, દુનિયામાં ઘણા હીરો હોઈ શકે છે પણ અમારા જેવા એકટર માટે તેઓ જ હિરો હતા.મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમના પરિવારની સાથે છે.

શક્તિકપૂરે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, દિલિપ સાબ મને વંઠી ગયેલો બાળક કહેતા હતા, મેં તેમની પાસથી એક્ટિંગની ઘણી બાબતો શીખી હતી.

Read Also

Related posts

રશ્મિ દેસાઈ પર લાગ્યો Big Boss કન્ટેસ્ટન્ટને ‘ખોટી રીતે ટચ’ કરવાનો આરોપ, જાણો શું છે સત્ય

Pritesh Mehta

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah

ખેડૂત આંદોલન/ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!