GSTV

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Last Updated on December 9, 2021 by Pravin Makwana

ટીવી એક્ટર દિલીપ જોશી ટૂંક સમયમાં સસરા બનવાના છે. જી હાં….તેમની દિકરી નિયતિ જોશીએ યશોવર્ધન મિશ્રાને પોતાના હમસફર તરીકે પસંદ કર્યા છે. સૂત્રોનું માનીએ તો, તેમના લગ્ન આજે એટલે કે, 8 ડિસેમ્બર 2021ના રોજ નાસિકમાં થવાના છે. તો વળી બે દિવસ બાદ એટલે કે, 11 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં રિસેપ્શન ફંક્શન રાખવામાં આવ્યું છે. જ્યાં દિલીપના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી સ્ટાર કાસ્ટ અને ટીમ મેમ્બર્સ તથા ઈંડસ્ટ્રીના કેટલાય જાણીતા સેલિબ્રિટીઝ શામેલ થશે.

8 ડિસેમ્બરે નાસિકમાં દિલીપ જોશીની દિકરીના લગ્ન

દિલીપ સાથે જોડાયેલા નજીકના લોકોનું કહેવું છે કે, નિયતિ અને યશોવર્ધન લગભગ 4 વર્ષથી એક બીજાને પસંદ કરે છે. બંનેએ એક સાથે કોલેજમાં અભ્યાસ કર્યો છે. બંનેની ફેમિલીવાળા પણ આ સંબંધથી જાણકાર છે. જો કે, લોકડાઉનના કારણે તેમના લગ્નનું પ્લાનિંગ પોસ્ટપોન કરવું પડ્યું હતું. જ્યારે સ્થિતી કંટ્રોલમાં આવી અને લોકડાઉન ખુલ્યું તો બંને પરિવારે લગ્નનું સારામાં સારૂ મુહૂર્ત જોયું. 8 ડિસેમ્બરના રોજ એટલે કે આજે નાસિકમાં નિયતી અને યશોવર્ધન લગ્નના બંધને બંધાશે. બીજા દિવસે તેઓ મુંબઈ પાછા ફરશે, જ્યાં 11 તારીખે મુંબઈમાં ગ્રાંડ રિસેપ્શન હશે.

લિરિસિસ્ટ અશોક મિશ્રાના દિકરા સાથે નિયતિના લગ્ન

દિલીપ જોશીના જમાઈ યશોવર્ધન મિશ્રાની વાત કરીએ તો, તે જાણીતા લેખક અને લિરિસિસ્ટ અશોક મિશ્રાના દિકરા છે. તેમને શ્યામ બેનેગલની ફિલમ વેલકમ ટૂ સજ્જનપુરમાં તેમના કામ માટે સૌથી વધારે જાણવામાં આવે છે.

READ ALSO

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!