GSTV
Home » News » એક સમયે કામ ન હોવાથી પરેશાન હતાં ‘તારક મહેતા…’ના જેઠાલાલ, આજે એક એપિસોડ માટે ચાર્જ કરે છે આટલી મોટી રકમ

એક સમયે કામ ન હોવાથી પરેશાન હતાં ‘તારક મહેતા…’ના જેઠાલાલ, આજે એક એપિસોડ માટે ચાર્જ કરે છે આટલી મોટી રકમ

લોકપ્રિય ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલને કોણ નહી જાણતું હોય. સબ ટીવી પર આવતા આ શૉનો દરેક કિરદાર લોકોને હસાવવાનું કામ બખૂબી કરે છે. આ જ કિરદારોમાંતી એક જેઠાલાલ એટલે કે દિલિપ જોષી 26 મે એટલે કે રવિવારે પોતાનો 51મો જન્મ દિવસ ઉજવશે.

દિલિપ જોષીનો જન્મ 26મે 1968ના રોજ ગુજરાતમાં થયો હતો. તેમણે વર્ષ 1997માં સિરિયલ ‘ક્યા બાત હૈ’થી પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી. 1989માં ‘મૈને પ્યાર કિયા’થી ફિલ્મી કરિયર શરૂ કરી. તે બાદ તેમણે બોલીવુડની હમ આપ કે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાઝ, દિલ હૈ તુમ્હારા જેવી આશરે 15 ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ બોલીવુડમાં ધારી સફળતા ન મળતાં તેમણે નાના પડદે પરત ફરવાનો નિર્ણય લીધો.

ટીવી શૉ તારક મહેતાથી દિલિપ જોશીને ઘર-ઘરમાં ઓળખ મળી. આ સિરિયલ માટે દીલિપ જોસીને 16 અવોર્ડ મળ્યાં છે. આ શૉના અત્યાર સુધી 2.7 હજારથી પણ વધુ એપિસોડ પ્રસારિત થઇ ચુક્યાં છે. શૉમાં દર્શકોને પોતાના ફેન બનાવી રાખવા પાછળ સૌથી મોટો હાથ જેઠાલાલનો છે.

એક્ટિંગની સાથે દીલિપ જોષી મિમિક્રી માટે જાણીતા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર દીલિપ જોષી જેઠા લાલના કિરદાર માટે એક એપિસોડના આશરે 1.50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એક મહિનામાં દિલિપ આશરે 25 દિવસ શૂટ કરે છે. આ રીતે તેઓ એક મહિનામાં આશરે 36 લાખ રૂપિયાની કમાણી કરે છે.

ઢગલાબંધ શૉઝ અને ફિલ્મો કર્યા બાદ પણ એક સમય એવો આવ્યો હતો જ્યારે દિલિપ જોષી પાસે કોઇ કામ ન હતું. આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાઇન કર્યા પહેલાં એક વર્ષ સુધી તેમની પાસે કોઇ પ્રોજેક્ટ ન હતો. પર્સનલ લાઇફની વાત કરીએ તો દીલિપ જોષીની પત્ની જય માલા અને બે બાળકો ઋત્વિક તથા નિયતી છે.

Read Also

Related posts

ભારતીય ટીમને તેજ બોલરે કહ્યુ કે, ડેબ્યૂ પહેલા ધોનીએ તેમને આપી હતી આ સલાહ!

Ankita Trada

વજન ઓછુ કરવા માટે જિમની મસમોટી ફી નથી ભરવી, તો આ ટ્રીકને અજમાવી બનો પાતળી પરમાર

Ankita Trada

સોનાએ આજે તોડ્યો પોતાનો રેકોર્ડ, ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો વાયદાનો ભાવ, વૈશ્વિક કિંમત પણ આસમાને

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!