GSTV

Bhawanipur By Election: પ્રચારનો છેલ્લો દિવસ, હાઈપ્રોફાઈલ સીટ પર બવાલ: મારી હત્યાનું હતું ષડયંત્ર

Last Updated on September 27, 2021 by pratik shah

પશ્ચિમ બંગાળની હાઈ પ્રોફાઈલ બેઠક ભવાનીપુરમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ બેઠક પર ટીએમસીથી સીએમ મમતા બનર્જી ઉમેદવાર છે, બીજી તરફ ભાજપથી પ્રિયંકા ટિબરેવાલ મેદાન પર ઉતરી છે. સત્તારૂઢ દળ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ આમને સામને છે. બન્ને દળોના સ્ટાર પ્રચારક જનતાને પોતાની તરફ ખેંચાય તે માટે ભરપૂર મહેનત કરી રહ્યા છે.

ઘોષના સુરક્ષાકર્મીઓએ બંદૂક તાણી

પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તા એકબીજા સાથે ભીડાઈ ગયા. ટીએમસીના કાર્યકર્તાઓ પર દિલીપ ઘોષની સાથે ધક્કામુક્કી કરવાનો પણ આરોપ લાગ્યો છે. આ દરમ્યાન દિલીપ ઘોષના સુરક્ષાકર્મીઓએ ટીએમસી કાર્યકર્તાઓ પર બંદૂક તાણી હતી. જો કે બન્ને પક્ષોના કાર્યકર્તાઓને શઆંત કરવામાં આવ્યા હતા.

ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયએ ટીએમસી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો

ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયએ ટીએમસી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. અમિત માલવીયે જણાવ્યું કે ભાજપને ભવાનીપુર બેઠક પર પ્રચાર કરવાથી રોકવામાં આવી રહ્યા છે. બીજી તરફ કૃણાલ ઘોષે જણાવ્યું કે લોકેટ ચેટર્જીએ ભાજપના અનુરોધને ફગાવી દીધો છે, ભાજપના નેતા વગર રીતે ટીએમસી પર આરોપ લગાવી રહ્યા છે. ભાજપની તરફથી 80થી વધુ નેતાઓ પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે બીજી તરફ ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ વોટરોથી અપીલ કરી હતી કે મમતા બેનર્જીએ ઓછામાં ઓછું 1 લાખ મતોથી જીત દાખલ કરે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!